૩૦ની વય પાર કરી લીધા પછી મહિલાઓમાં અનેક પ્રકારનાં પરિવર્તન જોવા મળે છે. આ દરમિયાન તેમનાં હાડકાં નબળાં થવા લાગે છે. ત્વચા પર કરચલી અને ફાઈન લાઈન્સ દેખાવાની શરૂ થઈ જાય છે. આથી ૩૦ વર્ષની વય પછી મહિલાઓએ પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાના ભોજનમાં જ્યૂસને સામેલ કરીને મહિલાઓ પોતાના શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર કરી શકે છે, સાથે જ પોતાનો સ્ટેમિના વધારી કરી શકે છે. આ અંગે ડાયેટિશિયન નિષ્ણાતો જણાવે છે કે શાકભાજીમાં એન્ટી-ઓક્સિડેન્ટ, આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ જેવા અનેક પોષક તત્ત્વો પુષ્કળ હોય છે. તેના સેવનથી હાઈ બ્લડપ્રેશર, એનિમિયા જ નહીં પરંતુ ખીલની સમસ્યા પણ દૂર થાય છે. પોતાના ડાયેટમાં જ્યુસ કે છાશનો એક ગ્લાસ અવશ્ય સામેલ કરો. દૂધ અને કેળાની મદદથી પણ કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે.