પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં કોઈ પણ મોસમમાં ત્વચા પર ખૂબ જ ખરાબ અસર થાય છે. કાળા ડાઘ થવા, છિદ્રો પર ખરાબ અસર થવી. ત્વચા શુષ્ક થવા જેવી સમસ્યા યૌવનકાળથી શરૂ થઈ જાય છે. વયની છાપ પણ ખૂબ જ ઝડપથી ચહેરા પર પડવા લાગે છે અને ત્વચાના છિદ્રો ફેલવા લાગે છે. ઝડપી જિંદગીમાં ત્વચા સચવાઈ રહે એ માટે કેટલાક ઘરેલુ ઉપાય અહીં આપ્યા છે. તેને ફોલો કરવાથી તમારી ત્વચા અને તમે બંને સ્વસ્થ રહી શકશો.
મધ અને લીંબુ
ચહેરા પર રુંવાટી દેખાતી હોય તો બ્લિચ કરવા એક ચમચી લીંબુના રસમાં અડધી ચમચી મધ અને થોડા દૂધના ટીપા મિક્સ કરો. આ લોશનને ૧૫થી ૨૦ મિનિટ ચહેરા પર રહેવા દો. એ પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાંખો. આ ફેસપેક બ્લિચ કરવાની સાથે સાથે ત્વચાની ચિકાશ ઓછી કરશે. નિયમિત અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરવાથી ત્વચામાં નિખાર દેખાશે.
જૈતુન તેલ અને મધ
મધ સાથે લીંબુનો રસ બરાબર પ્રમાણમાં મિક્સ કરી ફેસપેક કરીને મૂકી રાખો. આ લેપ ચહેરાની દરેક સમસ્યાથી મુક્ત કરી દેશે. નિયમિત રૂપે આને ચહેરા પર એક કલાક સુધી લગાવી રાખો. ચહેરો ધોયા પછી હળવા હાથે જૈતુનના તેલની માલિશ કરો. ટુવાલને હુંફાળા પાણીમાં નિચોવીને ચહેરા પર થપથપાવી લો. ફિક્કો અને રૂક્ષ ચહેરો ચમકી ઉઠશે.
ટામેટા અને લીંબુ
ટામેટા અને લીંબુનો અકસીર ઉપાય ત્વચા માટે ખૂબ જ લાભદાયી હોય છે. ટામેટાના રસમાં બરાબર પ્રમાણમાં લીંબુનો રસ મિક્સ કરી લો. નહાવાના અડધા કલાક પહેલાં તે ચહેરા પર લગાવી લો. નહાતા પહેલાં આ રસને ચહેરા પરથી હુંફાળા પાણીથી દૂર કરો.
તરબૂચ અને મધ
તડબૂચનો પલ્પ લઈને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. બ્લેક હેડસ થયા હોય તે ભાગે આ મિશ્રણ ઘસો અને ૧૦ મિનિટ પછી ઠંડા પાણી વડે ધોઈ લો. આ પ્રકારનું જ મિશ્રણ નહાવા જતા પહેલાં દરેક મિનિટ ચહેરા પર લગાવો. નહાતા પહેલાં ચહેરો ધોઈ લો. તમારા ચહેરા પર ગુલાબી આભા ચમકવા લાગશે. તરબૂચની લાલ છાલને ચહેરા, હાથ-પગ અને ગરદન પર રગડવાથી ત્વચા ચમકી ઉઠે છે.