રોજિંદા જીવનમાં બદલાતી ઋતુ અને પોલ્યુશન વચ્ચે ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. અહીં કેટલીક જુદી જુદી ટીપ્સ છે જેનાથી તમારી ત્વચાને નિખારી શકો છો.
• સ્કિન સંબંધી સમસ્યાઓથી બચવા સવારે સ્નાન કર્યા બાદ આખા શરીરને સનસ્ક્રિન લોશન લગાવી લેવું. જેથી ત્વચાને સૂર્યના કિરણો સામે રક્ષણ મળે. આ સિવાય તમે આખા શરીર પર મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકો છો. જેથી ત્વચા રેશમી રહે.
• સૂકા વાતાવરણ કે તડકામાં રહેવાથી સ્કિન ટેન્ડ થઈ જાય છે. ત્વચાને સ્વસ્થ રાખવા તમારે દહીં, છાશ કે કાકડીનો રસ લગાવીને ૩૦ મિનિટ સુધી રાખીને પછી ત્વચા ધોઈ નાંખવી. આવું થોડા દિવસ સુધી નિયમિત કરવાથી ત્વચા સ્વસ્થ રહેશે. આ પ્રયોગ કરવાથી સ્કિન ટેનની સમસ્યા પણ દૂર થઈ જશે.
• ગ્લોઈંગ અને સિલ્કી સ્કિન મેળવવા ૧ ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર અને પેસ્ટ બને એટલું કાચું દૂધ મિક્સ કરીને ૨૦ મિનિટ ચહેરા પર લગાવી પાણીથી ધોઈ લેવું. સપ્તાહમાં બે વાર આ ઉપાય કરવો. આનાથી સ્કિન ક્લિન થશે અને બ્રાઈટ પણ લાગશે.
• વર્જિન કોકોનટ ઓઈલ લઈને હળવા હાથે સર્ક્યુલર મોશનમાં ત્વચા પર મસાજ કરો. ફેસ અને નેક પર આ રીતે મસાજ ફેસને ગ્લો આપે છે. તમે રાતે પણ આ ઓઈલ લગાવીને સૂઈ શકો છો. આમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે અને રિંકલ્સ પણ દૂર કરવામાં મદદ કરે છે.
• એક ચમચી એલોવેરા જેલ, ચપટી હળદર, ૧ ચમચી મધ અને ૧ ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. ૨૦ મિનિટ પછી નવશેકા પાણીથી ત્વચાને ધોઈ લો. આ પેક સ્કિનને પોષણ આપશે અને નેચરલ ગ્લો પણ વધારશે.
• જો તમારી સ્કિન પર ક્યારેક ખૂબ જ કરચલીઓ દેખાય તો એક ચમચી ચાની ભૂકી લો. આ ભૂકીને નવશેકા પાણીમાં પલાળીને સ્કિન પર લગાવો. નવશેકા પાણીથી સ્કિનને ધોઈ નાંખો. ગરમ પાણીમાં ચાની ભૂકીને નાંખીને તે પાણીને ગાળીને સ્કિન પર લગાવી રાખો ૧૦ મિનિટ પછી નવશેકા પાણીથી સ્કિન ધોઈ નાંખો તો પણ સ્કિન ગ્લો કરશે.