દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર તાલુકાના ઝઘડિયા નજીક આવેલા રાણીપુરા ગામે યોજાયેલા લગ્નપ્રસંગે આમંત્રિત મહેમાનો આશ્ચર્યચકિત કરી દે દેવી ઘટનાના સાક્ષી બન્યા. અંકલેશ્વરના બિલ્ડર પિયુષ પટેલના પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે, પુત્રીઓ દૃષ્ટિ અને સૃષ્ટિ તેમના લગ્નપ્રસંગે માતાની હાજરી અનુભવે અને તેમને માતાના આશીર્વાદ મળે. આથી તેમણે વડોદરા ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજાવર અને વિદ્યાર્થિની વિભા પટેલની મદદથી સ્વ. પત્ની દક્ષાબહેનની વેક્સ-સિલિકોનની પ્રતિમા તૈયાર કરાવી. લગ્નપ્રસંગે પિયુષ પટેલે ખુરશી પરનો પડદો ઉઠાવીને પ્રતિમા ખુલ્લી મૂકી ત્યારે બંને પુત્રીઓ અત્યંત ભાવવિભોર થઇ ગઇ હતી. આ દૃશ્ય જોઇને અહીં હાજર લોકો ભાવુક થઇ ગયા હતા.