દરેક વ્યક્તિ માટે ઘર એ કર્મ્ફટ ઝોન હોય છે અને એટલે જ કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર. જ્યારે કોઇ યુવક અને યુવતી લગ્ન કરે છે ત્યારે જો તેમણે પહેલાંથી જ સેટલ થયેલા ઘરમાં રહેવાનું હોય તો બહુ વાંધો નથી આવતો પણ જો તેમણે નવેસરથી ઘર સજાવટ કરીને પોતાની નવી દુનિયાની શરૂઆત કરવાની હોય તો કેટલાક ખાસ મુદ્દાઓના ધ્યાન રાખવું જોઇએ.
• બંનેની પસંદગીનું ધ્યાનઃ જ્યારે ઘર સજાવવાની વાત આવે છે ત્યારે તેને માટે પુરુષો અને મહિલાઓની પસંદ અલગ અલગ હોય છે. નવદંપતી હજી એકબીજાને સમજવાના તબક્કામાંથી પસાર થઇ રહ્યું હોય છે એટલે આ સજાવટ વખતે એકબીજાની પસંદગીનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. શક્ય છે કે શરૂઆતમાં તમારા આઇડિયા એકમેકની સાથે અથડાય ત્યારે ચિંતા કરવાને કે લડવાને બદલે એકમેકની વાતને માન આપીને ઘરને સજાવવા પર ધ્યાન આપવું જોઇએ.
• સ્પેસ પ્રમાણે ડેકોરેશનઃ મોટા ભાગે નવદંપતી જ્યારે તેના જીવનની શરૂઆત કરે છે ત્યારે ઘરમાં બે વ્યક્તિ જ રહેતી જ હોય છે અને આ કારણે તેમને રહેવા માટે ઓછી જગ્યા હોય તો પણ ચાલે છે. આ સંજોગોમાં નવા ઘરને સેટ કરતી સમયે રૂમની સ્પેસ અને સાઇઝ પર ધ્યાન આપો તે આવશ્યક છે. જો તમારી પાસે જગ્યા ઓછી છે તો મલ્ટી પર્પઝ ફર્નિચર ખરીદી શકો છો. આવું ફર્નિચર સોફા અને બેડ બન્નેની ગરજ સારી શકે. જો વધારે જગ્યા હોય તો તમે અહીં જગ્યાને ડિવાઇડ કરી શકો છે. જો ઘરનું નાનું હોય તો સ્ટોરેજની ક્ષમતા ધરાવતું ફર્નિચર ખરીદવું જોઇએ, જેથી તમે તમારી વસ્તુઓ સારી રીતે સેટ કરી શકો.
• સજાવટનું બજેટઃ તમે તમારા ઘરના સેટ કે ચીજને ખરીદવાનું વિચારો છો ત્યારે તમારે સાથે બજેટને નક્કી કરી લેવું જોઇએ. તેની શરૂઆતમાં જ તમારે હિસાબ કરી લેવો અને ત્યારબાદ તમારે સમાન ખરીદવો. હોમ સ્ટોર્સમાં જઇને તમે સારી ચીજો યોગ્ય કિંમતે ખરીદી શકો છે.