આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું નહિ હોય! આ નવીન આઇડીયા હસ્મિતાબેન દોશીને આવ્યો અને નવનાત વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નલીનભાઇ તથા પૂર્ણિમાબેન મેશવાની તેમજ અન્ય કમિટી સભ્યોના અને ઝૂમના એક્સપર્ટોના સહારે એ સાકાર થયો. ધાર્યા કરતા એને અદ્ભૂત આવકાર સાંપડ્યો. આ જાતનો પ્રયોગ પહેલી વખત થયો હોવાથી ઝૂમ ટીમ માટે એ એક પડકારરૂપ હતો. એ માટે મ્યુઝીક, સમયનું આયોજન જેવું કપરું કામ એમણે સ્વીકારી લીધું. નવનાત વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઇ મીઠાણી પણ સમાજના કાર્યક્રમોમાં સહર્ષ સહકાર આપે છે.
૧૭ જુલાઇ ૨૦૨૦, શુક્રવારની બપોરે ઝુમ પર સાડી સ્પર્ધા યોજાઇ અને એ ખૂબ જ સફળ રીતે પાર પડી. સરસ, રંગીન સાડીઓ પરિધાન કરી, શણગાર સજી ભાગ લઇ ૬૦+ની બહેનોએ પોતાના કલા-કૌશલ્યનો પરચો આપ્યો. ભારતીય સાડીની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા થઇ હતી. પરંતુ એનું અસ્તિત્વ આજે ય જળવાયું છે એ એક વિક્રમજનક છે. એટલુંજ નહિ એનું આકર્ષણ અને વિવિધતા પણ અજોડ છે. જેનો જલવો શુક્રવારે ટેકનોલોજીના સહારે જોવા મળ્યો. ઉત્સાહી બહેનોએ ઉમંગભેર ભાગ લીધો અને જોતજોતામાં વીસ જણે પોતાના નામ નોંધાવી દીધાં.
ભાગ લેનાર બહેનો: આશાબેન મહેતા, ભાનુબેન સૂતરીયા, બીનાબેન હોલ્ડન, હર્ષાબેન શેઠ, જવનીકાબેન, જયશ્રીબેન રાજકોટીયા, કલ્પનાબેન દોશી, લતાબેન શાહ, માલાબેન મીઠાણી, મીતાબેન શાહ, નયનાબેન શાહ, પલ્લવીબેન મહેતા, પૂર્ણિમાબેન મેશવાની, રજનીબેન દામાણી, સુધાબેન કપાશી, સુરભીબેન ખોના, તૃપ્તિબેન પારેખ, ઊર્મિલાબેન કોઠારી, વીણાબેન કોઠારી.
આ સ્પર્ધાના નિર્ણાયકો હતા વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નલીનભાઇ ઉદાણી અને ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબેન શાહ.
ત્રણ વિજેતામાં પ્રથમ આશાબેન મહેતા, બીજા જયશ્રીબેન રાજકોટીયા અને ત્રીજા નંબરે માલાબેન મીઠાણી.
સંસ્થા તરફથી આ ત્રણેય વિજેતાઓને ઇનામ અપાયાં પરંતુ ભાગ લેનાર પ્રત્યેક બહેનોના ઉત્સાહની કદર રૂપે એમને પણ ફુલ નહિ તો ફુલની પાંખડીરૂપે ઇનામ આપવાનું જાહેર કરાયું. આ ફેશન શો 'ટોક ઓફ ધ ટાઉન" બની ગયો. આવા સરસ, સમાજભોગ્ય કાર્યક્રમો યોજવા માટે નવનાત વડિલ મંડળની ટીમને તથા નિ:સ્વાર્થ સેવા કોરોનાના ડીપ્રેશનના ગાળામાં સૌને યોગા, ભજન, મહેફિલ જેવા કાર્યક્રમો દ્વારા સૌને મનોરંજન કરાવનારા નવનાતની ઝૂમ ટીમને ય અભિનંદન.