નવરાત્રિ નજીક છે ત્યારે સામાન્ય રીતે યુવતીઓ ગરબે ઘૂમતાં પહેરવાની પસંદ કરે છે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી. જોકે હવે ગરબામાં ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ પણ પહેરાય છે ત્યારે ઇન્ડિયન જ નહીં વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ ઓક્સોડાઈજ્ડ જ્વેલરી પહેરી શકાય છે. નવરાત્રીમાં ચણિયાચોળી અને ફર્સ્ટ પૂરતી જ સીમિત ન રહેતાં આ જ્વેલરી સાડી અને જીન્સ સાથે પણ હવે પહેરવામાં આવે છે. ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી બહુ આકર્ષક અને સ્ટાઇલિશ દેખાય છે. ઓક્સિડાઇઝ્ડનાં ઘરેણાં સામાન્ય રીતે સ્ટર્લિંગ ચાંદીમાંથી બનાવવામાં આવે છે. એ વાતાવરણને અનુકૂળ હોય છે અને લાંબો સમય એની ચમક ગુમાવતાં નથી. ત્યાં સુધી કે કાટ ચડી ગયેલા સિલ્વર કોટેડ ઘરેણાને ઓક્સિડાઈઝ કરાવીને તમે નવો લુક મેળવી શકો છો. તમને ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી કોઈ ખાસ અવસરે કે રોજિંદા આઉટિંગમાં પણ પહેરી શકો છો. કયા ડ્રેસ સાથે કઈ જ્વેલરી પહેરશો?
ઇઅરિંગ્સ
ઓક્સિડાઇઝ્ડ ઝુમખા ટ્રેન્ડ ઈનટ્રેન્ડ છે. એ ફેન્સી સાડી તેમ જ ટ્રેડિશનલ સાડી બંને પર શોભે છે. એ દરેક એથનિક આઉટફિટ્સ સાથે જાય છે. અનારકલી, લહેંગા વગેરે પર પણ પહેરી શકાય. માર્કેટમાં ઘણા પ્રકારના ઇઅરિંગ્સ મળે છે, પરંતુ રજવાડી સ્ટાઇલ સૌથી વધુ સારી લાગે છે. તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના એને જીન્સ તેમ જ સાડી સાથે પહેરી શકો છો. રોયલ ટ્રાયબલ ઝુમખા જંપસૂટ, મેક્સી ડ્રેસ કે કુરતી સાથે પહેરી શકો. એ તમને ઇન્ડો-વેસ્ટર્ન લુક આપશે.
નેકલેસ
નેકપીસ ટ્રેન્ડ સાથે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીએ નવો અવતાર લીધો છે. આ નેકલેસ અનેક ડિઝાઇન્સમાં મલે છે. ચોકર નેકલેસ, બોહો નેકલેસ, સંગલ થ્રેડ પેન્ડન્ટ નેકલેસ, મલ્ટી લેયર્ડ ઓર્સિડાઇઝ્ડ નેકલેસ પણ આજકાલ ફેશનમાં છે. ઓક્સિડાઇઝ્ડ નેકલેસ ફેમિલી ફંકશન ગરબા માટે પરફેક્ટ છે. એ ઇન્ડિયન અને વેસ્ટર્નવેર બંને સાથે પહેરી શકાય છે. જો તમે બધાંથી જુદા પડવા ઇચ્છતાં હો તો સ્ટેટમેન્ટ નેકપીસ બધાંનું ધ્યાન ખેંચશે. ફ્યુઝન ડ્રેસ સાથે સ્ટેટમેન્ટ નેકપીસ પહેરો અને હાઇ હીલ્સ સાથે લુક કમ્પલીટ કરો.
બંગળીઓ અને બ્રેસલેટ
ગરબા માટે મેટલ, ગોલ્ડ, કાચ, ચાંદી, હીરા એમ જાત જાતની બંગડીઓ મળે છે, પરંતુ ઓક્સોડાઈઝ્ડ બંગડીઓ આ ઉત્સવે ખાસ પંસદ કરવામાં આવે છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં તમે એને જીન્સ-ટોપ સાથે તેમજ સાડી કે સૂટ સાથે પણ પેહરી શકો છો. જ્યારે ડેનિમ સાથે એ પહેરો ત્યારે તો એનો લુક કંઈક જુદો જ અને એલિગન્ટ હોય છે. સ્કીની જીન્સ, કુરતી અને ઓક્સિડાઇઝ્ડ બેન્ગલ્સ ઘણાં સરસ લાગે છે.
નોઝ સ્ટડ
તમે સોના અને હીરાની જડ (નથ, નોઝ સ્ટડ) પહેરી કંટાળી ગયાં છો? તો ઓક્સિડાઇઝ્ડ નોઝ સ્ટડ ટ્રાય કરી જુઓ પારીક નક્શીકામમાં અથવા નાના નાના સ્ટોનજડિત નોઝ સ્ટન્ડસ પણ માર્કેટમાં મળે છે.
પાયલ
છડા કે પાજેર નવરાત્રિમાં પહેરી શકો, પણ એનાથી લાઈટવેઈટ જીવનદોરી કે એક સેરની એક્સિડાઈઝ્ડ પાયલ પલાઝો, ક્રોપ્ડ ટ્રાઉઝર કે શોર્ટ સાથે ટ્રાય કરી જુઓ. એ પગની ખૂબસૂરતી વધારશે.
રીંગ્સ
મહિલાઓને નવરાત્રિમાં વીંટી પહેરવાનો પણ શોખ હોય છે. સોનાના વધતાં જતાં ભાવોને કારણે એને સ્ટાઇલિશ લાગતી હોવાથી હવે મહિલાઓ ઓક્સિડાઇઝ્ડ વીંટી પહેરવાનું પણ પસંદ કરે છે. આજકાલ બીગ બોલ્ડ રીંગનું ચલણ છે. કોઈ પણ આઉટફિટ્સ સાથે એ પહેરી શકાય છે.
કંદોરો
ચણિયાચોળી ઉપરાંત વેસ્ટર્ન ડ્રેસ અથવા સાડી પર ઓક્સિડાઇઝ્ડ કંદોરો પણ પહેરી શકાય.