નવી દિલ્હીઃ દેશની આન-બાન-શાન સમાન નવનિર્મિત સંસદભવનમાં યોજાયેલા સંસદના વિશેષ સત્રના પહેલા જ દિવસે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. સોમવારે જૂના સંસદભવનમાં શરૂ થયેલા અને નવા સંસદભવનમાં સમાપ્ત થનારા પાંચ દિવસીય સત્રમાં મંગળવારે મહિલા અનામત બિલ રજૂ થયું હતું. મહિલા પ્રતિનિધિત્વને 33 ટકા અનામત આપતું આ બિલ રાજ્યસભામાં 13 વર્ષ પૂર્વે રજૂ થયું હતું, પરંતુ રાજકીય મતભેદોના કારણે તેને અભેરાઇએ ચઢાવી દેવાયું હતું. આ બિલ છેક હવે લોકસભામાં રજૂ થયું છે, અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ તેને સમર્થન જાહેર કર્યું છે. (વિશેષ અહેવાલ - પાન 17)