લંડનઃ બાળકોની સંભાળનો મુદ્દો હોય કે પછી અન્ય કોઇપણ મુદ્દો હોય સાસુમા અને વહુ વચ્ચે રાગ સારો હોવો જરૂરી છે. તાજેતરમાં લંડનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વહુએ સાસરામાં સુખ શાંતિની જિંદગી લાવવા માટે સાસુમાને વારે તહેવારે, તેમના જન્મદિને ગિફ્ટ આપવી જોઈએ. આ સંશોધનમાં નિષ્ણાતોની ટિપ્સનો પણ સમાવેશ થાય છે.
‘વાય મેન આસ્ક ડમ્પ ડેટિંગ ક્વેશ્ચન’ અને ‘હાવ ટુ ટેડ સિંગલ ગર્લ’ જેવા પુસ્તકોના રચનાકાર ઇન્ડિયા કેંગ કહે છે કે આ કાર્ય ખૂબ જ કાળજીપૂર્વક અને વિચારણાપૂર્વક કરવું જોઇએ. આમ તો કહેવાય છે કે જેને ખુશ કરવા હોય તેમને ભેટ આપતા રહેવું જોઇએ. જોકે સાસુને ખુશ કરવા સંબંધોના આરંભે તમારે બહુ મોટી ભૌતિક ભેટ લઇ જવાની પણ જરૂર નથી કારણ કે હકીકતે તો સાસુમા માટે તો તમે જ સૌથી મોટી ભેટરૂપ છો. વાસ્ત્વમાં સાસુને તમારે ખરા હૃદયથી ખુશ રાખવાના રહે છે. છતાં નાનકડી ભેટ તેમને વધુ ખુશ કરે છે એ પણ હકીકત છે.
તમારે સાસુને ભેટ આપવી હોય તો તમારા જીવનસાથીને તેમની પસંદ નાપસંદ વિશે પહેલેથી પૂછવું જ જોઇએ.