આજે જાતને અપડેટ રાખવી એ સૌથી મોટી વાત છે. એ માટે ડ્રેસથી લઈને એક્સેસરીઝ બધા ઉપર ધ્યાન આપો. આ ઉપરાંત ચહેરાને પણ ટચઅપ કરવો જરૂરી છે, તો જ તમે અપ ટુ ડેટ દેખાશો. આજકાલ દરેક પ્રસંગ - ઇવેન્ટ માટે અલગ મેકઅપ કરવાનો ટ્રેન્ડ છે. તેથી પ્રસંગને ધ્યાનમાં રાખીને મેકઅપ કરવામાં આવે એ બહુ જરૂરી છે. અમુક જગ્યાએ ડાર્ક મેકઅપ ચાલે છે તો અમુક જગ્યાએ સોબર, તેથી આપણે પ્રસંગ અને જગ્યાને ધ્યાનમાં રાખીને મેકઅપ કરવો જોઈએ. નેચરલ લુક માટે કેવો મેકઅપ કરી શકાય એ અંગે જાણીએ.
• બેઝ બનાવોઃ તમે નાના પ્રસંગમાં જઈ રહ્યાં હોવ તો તમારો લુક વધારે હેવી ન દેખાય એ જરૂરી છે. સાથે લુક સોબર લાગવો જોઈએ. તમારો લુક નેચરલ લાગવો જોઇએ. એ માટે ચહેરા પર પ્રાઈમર અને ફાઉન્ડેશનથી બેઝ બનાવો. ફાઉન્ડેશનનું લેયર એકદમ પાતળું લગાવો, જેથી તમારા ચહેરાની ત્વચા ઇવન ટોન દેખાય. બ્લશ લગાવો ચહેરા પર જ્યારે બેઝ બની જાય ત્યારે જરૂરી છે કે તમે ગાલ પર બ્લશ કરો, કારણ કે તેનાથી મેકઅપને પરફેક્ટ લુક મળે છે. બ્લશમાં વધારે ડાર્ક રંગનો ઉપયોગ ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખો. તમારા ગાલને નેચરલ લુક આપો. એ માટે બ્લશમાં પીચ કે પિંક કલરથી ગાલને ટચઅપ કરો. એનાથી મેકઅપને પરફેક્ટ લુક મળશે અને ચહેરો ખીલી ઊઠશે.
• આંખને ન્યૂડ લુકઃ તમે જોયું હશે કે આજકાલ મેકઅપમાં ન્યૂડ કલર્સનો ક્રેઝ વધારે છે. તેથી તમારી આંખ પર પણ ન્યૂડ રંગોનો ઉપયોગ કરો. ન્યૂડ કલર્સ લગાવવાથી મેકઅપ પણ થઇ જાય છે અને મેકએપને નેચરલ લુક પણ મળે છે. નાના પ્રસંગોમાં વધારે ભપકાદાર મેકઅપ સારો નથી લાગતો. આઈબ્રોને પણ લોાઇટ ડાર્ક કરીને સેટ કરી લો.
• આઇલાઇનર અને કાજલઃ તમારી આંખને હાઇલાઇટ કરવી હોય તો આઇલાઇનર અથવા કાજલમાંથી કોઇ એક વસ્તુ આંખ પર લગાવો. બન્ને લગાવી દેશો તો તમારી આંખ સ્મોકી ટાઇપ દેખાશે, જે કોમન લુકમાં સૂટ નહીં થાય. એક સિમ્પલ લુક માટે તમે બન્નેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરો. તો મેકઅપ એકદમ પરફેક્ટ દેખાશે.
• ન્યૂડ કલર લિપસ્ટિકઃ જ્યારે તમે સમગ્ર મેકઅપ ન્યૂડ રંગમાં કરી રહ્યાં હોવ ત્યારે જરૂરી છે કે લિપસ્ટિક પણ ન્યૂડ કલરમાં હોય. તેથી લિપસ્ટિક પણ ન્યૂડ કલરની લગાવો. આમ જોવા જઈએ તો આજકાલ લિપસ્ટિકમાં ગ્લોસ વધારે પસંદ કરવામાં આવે છે, કારણ કે તેને લગાવવાથી હોઠને ગ્લોસી લુક મળે છે, પરંતુ ન્યૂડ કલરમાં તે ભડક ન દેખાવવો જોઈએ.
આમ, સમજીવિચારીને મેકઅપ કરવામાં આવે તો ચહેરાની રોનક વધી જાય છે.