નેપાળની પર્વતારોહક અને ફોટો જર્નાલિસ્ટ પૂર્ણિમા શ્રેષ્ઠે એક ક્લાઈમ્બિંગ સિઝનમાં ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બનીને ઈતિહાસ સર્જ્યો છે. 12મેના રોજ પૂર્ણિમા 8848.86 મીટરના પર્વત પર પ્રથમ વખત ચઢી હતી. જ્યારે તેણે એક જ પખવાડિયામાં ત્રીજી વખત એવરેસ્ટ સર કર્યો હતો. પર્વતારોહણના ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે કોઈ આરોહકે એક જ સિઝનમાં ત્રણ વખત એવરેસ્ટ સર કર્યો હોય.