નો મેકઅપ લુક માટે છે સ્ટ્રોબિંગ મેકઅપ

Wednesday 05th July 2017 06:00 EDT
 
 

નોકરી કરતી, ગૃહિણી કે પછી કોલેજગર્લ. દરેક રમણીને નો મેકઅપ લુક વધારે ગમે છે. હવે તો પ્રસંગે પણ લોકોને બહુ લાઉડ મેકઅપ કરવાનો પસંદ પડતો નથી. લાઇટ, સિમ્પલ અને સોબર મેકઅપ જ મહિલાઓનો પ્રિય બનતો જાય છે. બ્રાઈડને પણ હવે એવો જ હળવો મેકઅપ ગમે છે કે જે કર્યા પછી ચહેરા પર દેખાય નહીં. તો આ પ્રકારનો મેકઅપ જેમને પસંદ હોય તેમના માટે છે, સ્ટ્રોબિંગ મેકઅપ. આ મેકઅપ કર્યા પછી તમારા લુકની વાહ-વાહ કરનારી વ્યક્તિને એ પણ નહીં સમજાય કે આ મેકઅપમાં એકથી વધુ પ્રોડક્ટ વપરાઈ છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે સ્ટ્રોબિંગ મેકઅપ લગાવ્યા પછી મહિલાની વય પાંચ વર્ષ નાની દેખાય છે. સ્ટ્રોબિંગ મેકઅપથી સ્કિન પર નેચરલ ગ્લો દેખાય છે.

સ્ટ્રોબિંગ મેકઅપ

સ્ટ્રોબિંગ મેકઅપમાં સ્ટ્રોબ એટલે બ્રશિંગની ટેકનિક. બ્યુટિશિયન્સ કહે છે કે, સ્ટ્રોબિંગ મેકઅપમાં ચહેરા પર નાનાં સર્કલ લેવાનાં હોય છે. એ સર્કલને અંદરથી બહારની સાઇડ લેવા એટલે કે નાક આગળથી સ્ટ્રોબ ચાલુ કરો તો એ કાન સુધી જવા જોઈએ. એવા એકદમ સ્મોલ સર્કલ લેવાના હોય છે. આમાં ૧૫-૨૦ સેકન્ડ સુધી સ્કિન પર મસાજ કરવી જરૂરી છે. મસાજમાં બહુ પ્રેશર આપવામાં આવતું નથી. આ મસાજથી સ્કિનને પોલિશિંગ મળે છે. એ સિવાય આ મેકઅપ નો મેકઅપ લુકની ઇફેક્ટ પણ આપે છે. સ્ટ્રોબિંગ પ્રોપર મેકઅપ જ હોય. આમાં મેકઅપનો બેઝ બહુ થિન હોય છે. નોર્મલી મેકઅપમાં બેઝને લગાવવા માટે સ્પન્જ વપરાય છે, પણ સ્ટ્રોબિંગ મેકઅપમાં બેઝને સોફ્ટ ટચ આપવા માટે ફેધર બ્રશનો ઉપયોગ થાય છે. જેનાથી મેકઅપને સ્કિન પર ફેલાવી શકાય.

મેકઅપની રીત

સ્ટ્રોબિંગ મેકઅપ લગાવવાની રીત મહત્ત્વની હોય છે. પહેલાં મેકઅપનો પ્રીબેઝ લગાવવો. એ પછી સ્ટ્રોબ ક્રીમ લગાવવામાં આવે છે. એ પછી સ્કિન પર કન્સીલર લગાવાનું રહે છે. કન્સીલરને સેટ કરવા માટે ટ્રાન્સ્લુસન્ટ પાઉડર લગાવવો. પાઉડર લગાવ્યા પછી મેકઅપને બફર બ્રશથી બફિંગ કરવાનો હોય છે. બફરનું ટાઇમિંગ વધુ રખાય છે એટલે નોર્મલી જે બફિંગ માટે બ્રશને પાંચ સેકન્ડ સુધી સ્કિન પર ફેરવવામાં આવે એને સ્ટ્રોબિંગ મેકઅપમાં વીસ સેકન્ડ સુધી સ્કિન પર ફેરવાય છે. મેકઅપ કર્યા પછી હલકા પીચ કલરનું બ્લશર લગાડી શકાય છે.

સ્ટ્રોબિંગ મેકઅપ ચહેરાને શાઇન ફિનિશિંગ આપે છે. એ સિવાય સ્કિન પર ગ્લો પણ આવે છે. સ્ટ્રોબિંગ મેકઅપ કોઈ પણ સ્કિન-ટાઇપને સૂટ થાય છે. આમાં વપરાતી ક્રીમ વોટર-બેઝ હોય છે. જેમાં જેલ વિથ વોટર વપરાય છે. બીજી ક્રીમમાં ઓઇલ અને વોટર મિક્સ હોય છે. આ મેકઅપ સ્કિન પર સાતથી આઠ કલાક રહે છે. આજકાલ મોટી-મોટી કંપનીઓએ સ્ટ્રોબિંગ માટે સ્ટ્રોબ ક્રીમ બહાર કાઢી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter