લંડન: નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝ)મઇએ બ્રિટનના બર્મિઘમમાં પાકિસ્તાન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જનરલ મેનેજર અસર મલિક સાથે નિકાહ કરી લીધા છે. ૨૪ વર્ષની મલાલા અને તેના પાર્ટનર અસરે સોશિયલ મીડિયા પર નિકાહના ફોટો સાથે આ જાણકારી શેર કરી હતી. નોંધનીય છે કે મલાલા એક એજ્યુકેશન એક્ટિવિસ્ટ છે, જેને ૨૦૧૨માં તાલિબાન અંતિમવાદીઓએ માથામાં ગોળી મારી દીધી હતી. મલાલાના નામે વિશ્વમાં સૌથી નાની વયે નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરવાની સિદ્ધિ છે. મલાલાએ સોશિયલ મીડિયા ઉપર પોતાના લગ્નની કેટલીક તસ્વીરો શેર કરતાં લખ્યું હતું કે આજનો દિવસ મારા માટે ઘણો ખાસ છે. અમે અમારા પરિવારની હાજરીમાં બર્મિંગહામમાં એક નાનકડી નિકાહ સેરેમનીની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે મલાલા પણ ક્રિકેટની ભારે ચાહક છે, મલાલાના પતિ અસર મલિક આ અગાઉ પાકિસ્તાન સુપર લીગ માટે કામ કરતા હતા. તેમણે ફ્રેન્ચાઇઝી મુલ્તાન સુલ્તાન માટે પણ ઓપરેશનલ મેનેજર તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત અસર મલિકે કોકા-કોલા અને ફ્રાઇસલેન્ડ કેપિના જેવી પ્રસિદ્ધ બ્રાન્ડ સાથે પણ કામ કરી ચૂક્યા છે.