ન્યૂઝીલેન્ડની ગર્ભવતી પત્રકાર આશ્રય માટે તાલિબાનોના શરણે

Thursday 17th February 2022 06:08 EST
 
 

કાબુલઃ ન્યૂઝીલેન્ડનાં એક ગર્ભવતી પત્રકારને તેના જ દેશે કોરોના મહામારીના કારણસર આશ્રય ન આપતાં તેણે દુનિયામાં હરીફરીને મહિલાઓ પર અત્યાચારો માટે કુખ્યાત તાલિબાનો પાસે આશરો લેવો પડયો છે. આ મહિલા પત્રકાર હવે અફઘાનિસ્તાનમાં ફસાઈ છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડની મહિલા પત્રકાર શાર્લોટ બેસિલના જણાવ્યા મુજબ તેના ગૃહ દેશ ન્યૂઝીલેન્ડે કોરોના વાઈરસ ક્વોરન્ટાઈન સિસ્ટમના પગલે તેને સ્વદેશ પરત ફરતા અટકાવી હતી. આ પછી
તેણે અફઘાનિસ્તાનમાં આશરો લીધો છે.
શાર્લોટનું કહેવું છે કે આ ક્રૂર વિડંબના છે કે તેણે એક સમયે તાલિબાનોને મહિલાઓ સાથે તેમના ક્રૂર વર્તન અંગે સવાલો કર્યા હતા અને હવે તેણે આ જ સવાલો તેની પોતાની સરકારને કરવા પડી રહ્યા છે.
બેલિસે કહ્યું કે અફઘાનિસ્તાનમાં રિપોર્ટિંગ પછી તે સપ્ટેમ્બરમાં કતર પાછી ફરી ત્યાં તેને ખબર પડી કે પોતે તેના સાથી ફ્રિલાન્સ ફોટોગ્રાફર જિમ હ્યુલેબ્રોકના સંતાનની માતા બનવાની છે. કતરમાં લગ્નેતર જાતીય સંબંધ ગૂનો હોવાથી દેશ છોડ્યો હતો. અફઘાનિસ્તાનથી તેણે ન્યૂઝીલેન્ડના અધિકારીને ઈમરજન્સી પુનરાગમન માટે અનેક અરજી કરી, પરંતુ તેની અરજી નકારી દેવાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter