ન્યૂડ મેકઅપથી દેખાશો નેચરલ

Wednesday 08th April 2020 04:37 EDT
 
 

નો-મેકઅપને ‘ન્યૂડ મેકઅપ’ તરીકે પણ ઓળખી શકાય. ન્યૂડ મેકઅપ એટલે તમે મેકઅપ કર્યો ન હોય એવું જ લાગે અને ત્વચા પણ કુદરતી લાગે. આ પ્રકારના મેકઅપમાં એક જ રંગના જુદાં જુદાં શેડ્સ સામાન્ય રીતે વપરાય છે. તેમાં સૌથી વધુ વપરાતા શેડ્સ બેજ, પીચ, રોઝ અને બેઝિક - ક્લર્સ છે. મેકઅપના આછા શેડ્સને કારણે ચહેરાનો રંગ કુદરતી જ લાગે છે. જોકે તેના માટે પણ ત્વચા નિર્મળ, સ્વસ્થ અને કોમળ હોય એ જરૂરી છે. જેના માટે નિયમિત રીતે ત્વચાનું ક્લિન્ઝિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ થતું હોય.

નો મેકઅપની રીત

• ફેસ-વોશથી ચહેરાને બરાબર ધોઇ લો. તેને બરાબર સુકાઈ જવા દો. એ પછી મોઇશ્ચરાઇઝર લગાવો. આ માટે લાઇટ અથવા ટિંટ મોઇશ્ચરાઇઝર પસંદ કરો. આખા ચહેરા પર લગાવીને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો.

• હવે આંખોની આસપાસ આઇ-ક્રીમ લગાવો અને તેને સેટ થવા દો. ન્યૂડ-મેકઅપ લૂક માટે શિયર અથવા લાઇટ-યલો શેડવાળું ફાઉન્ડેશન લો. આવું ફાઉન્ડેશન કુદરતી દેખાય છે. ચહેરા પર બ્રશ વડે તેને સારી રીતે ફેલાવી દો અને બેઝ તૈયાર કરો.

• પ્રયત્ન કરો કે એક જ લેયરમાં ફાઉન્ડેશન ચહેરા પર બરાબર લાગી જાય. બીજું લેયર લગાવવું ના પડે. નહીં તો બેઝ મેકઅપનો દેખાવ હેવી લાગશે. તેની સામે પછીના મેકઅપનો લાઇટ શેડ ફિક્કો લાગશે.

• લાઈટ શેડ્સ લગાવતા પહેલાં લાઇટ-બેઝ લગાવો અને જ્યાં જરૂર હોય ત્યાં હળવા હાથે લૂઝ-પાઉડર અથવા કોમ્પેક્ટ- પાઉડર લગાવો.

• ગાલ પર પ્રાકૃતિક ચમક માટે ચીક-બોન્સ પર ફક્ત હાઇલાઇટર લગાવો. સિમ્પલ નો મેકઅપ લૂક માટે તમારી ત્વચાના રંગ સાથે મળતો આવે તેવો નેચરલ શેડ પસંદ કરો. જ્યારે આંખો અને હોઠનો મેકઅપ સારી રીતે સેટ થઇ જાય ત્યારે ચીક-બોનને બ્લશ-ઓન વડે હાઇલાઇટ કરો. તેના માટે ન્યુટ્રલ શેડનું જેલ-બેઝડ ચીક ટિંટ અથવા તો પછી પાઉડર- બ્લશર પસંદ કરો જેથી મેકઅપ કુદરતી લાગે.

• તમે ચાહો તો પોસ્ટલ શેડ્સના બ્લશર પણ પસંદ કરી શકો છો. બ્લશ ઓનને બ્રશની મદદથી ગાલની આગળથી શરૂ કરીને હેરલાઇન સુધી લઇ જાઓ.

• ન્યૂડ મેકઅપ વખતે આઇબ્રોઝ મેકઅપને ભૂલશો નહીં. તેને સુંદર આકાર આપવા તેના શેડના આઇશેડોને બ્રશની મદદથી આઇબ્રોઝ પર લગાવો. હવે આઇબ્રોઝ બોનને હાઇલાઇટ કરવા માટે ક્રિમ કલરનો આઇશેડો લગાવો. તેનાથી તમારી આઇબ્રોઝ સરસ ઊપસી આવશે.

• કલરફુલ આઇ લાઇનરને બદલે બ્રાઉન શેડનું આઇ લાઇનર પસંદ કરો. તેની પાતળી રેખા બનાવો. તેનો સિંગલ કોટ જ લગાવો. આંખના અંદરના ખૂણામાંથી બહારની તરફ તે લઈ જાઓ. પોપચાં સુધી લગાવો. નીચેની તરફ વાળશો નહીં. ફિશ કટ આકાર પણ ન આપવો.

• પૂરો આઇ મેકઅપ અને પાંપણોને સજાવવા માટે બ્રાઉન શેડની પેન્સિલ વાપરો અથવા આઇલેશને હાઇલાઇટ કરવા બ્રાઉન મસ્કરા લગાવો. આંખોની ઉપર અંદરના ખૂણામાં કાજલ લગાવો. તેનાથી પાંપણો સુંદર અને ગાઢી દેખાશે. આ પ્રકારના મેકઅપમાં સૌમ્ય રંગોનો જ ઉપયોગ કરો.

• હોઠ પર બેબી પિન્ક લીપ-શેડ અથવા લિપબામ લગાવો. શાઇન માટે લિપ-ગ્લોસ લગાવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter