એથનિક અને ટ્રેડિશનલ આઉટફિટને ગ્રેસફુલ લુક આપવા યુવતીઓ હેવી જ્વેલરીને બદલે લાઇટ જ્વેલરી પસંદ કરે છે. આમાં પણ સવિશેષ પર્લ જ્વેલરીની પસંદગી કરાય છે. પર્લ જ્વેલરીની વિશેષતા એ છે કે તે દેખાવમાં તો સારી લાગે જ છે સાથે રોયલ લુક પણ આપે છે. વળી, પર્લ જ્વેલરીની ખાસિયત એ છે કે તે કોઈ પણ ઇન્ડિયન અને વેસ્ટર્ન આઉટફિટની સાથે કેરી કરી શકાય છે. તમને જ્વેલરી કલેક્શનનો શોખ છે તો તમે પર્લ જ્વેલરીની ખાસ ડિઝાઇન અપનાવી શકો છો. સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
• પર્લ સ્ટ્રેન્ડ નેકલેસ
પર્લ જ્વેલરીના કલેક્શનમાં સૌથી નાજુક અને આકર્ષક જ્વેલરી છે સ્ટ્રેન્ડ નેકલેસ. સ્ટ્રેન્ડ નેકલેસને સરળતાથી સેમિનાર, કોન્ફરન્સ અને પાર્ટીઝમાં પહેરી શકાય છે. સ્ટ્રેન્ડ નેકલેસ અનેક પ્રકારનાં હોય છે. જેમ કે, એક સ્ટ્રેન્ડ અને બે સ્ટ્રેન્ડ નેકલેસ. આ નેકલેસ દેખાવમાં આકર્ષક અને રોયલ લાગે છે. (માન્યામાં ન આવતું હોય તો સદગત મહારાણી એલિઝાબેથનો ફોટો જૂઓ.) આ નેકલેસને હેવી પાર્ટીવેર ડ્રેસની સાથે પણ પહેરી શકાય છે. પર્લ સ્ટ્રેન્ડ નેકલેસ ટ્રેડિશનલ લુકને કમ્પ્લિટ કરી શકે છે.
• ઓપેરા નેકલેસ
ઓપેરા નેકલેસ પર્લમાંથી બનેલા હોય છે. તે દરેક મહિલાને ગ્લેમરસ અને ટ્રેન્ડી બનાવે છે. આ નેકલેસ ફેશનેબલ અને ગોર્જિયસ લુક આપે છે. ખાસ કરીને ફોર્મલ વેર સાથે. તેને ઓફિસ અથવા કોઈ નાના ફંક્શન ઉપર પહેરી શકાય છે. તમે ડેઇલી ઓફિસમાં આકર્ષક દેખાવા ઇચ્છો છો તો પણ ઓપેરા નેકલેસ ટ્રાય કરી શકો છો.
• ચોકર નેકલેસ
ચોકર અને કોલર નેકલેસ મોતીમાંથી બનેલા હોય છે. તેને ખાસ પ્રસંગો પર પહેરી શકાય છે. તે ઓપન નેકલાઇન અને ઓફ શોલ્ડર ડ્રેસની સાથે વધારે આકર્ષક લાગે છે. એમાં સ્ટોન અને મીનાકારી વર્ક હોય છે. યુવતીઓ પોતાની પસંદ અનુસાર કલરફુલ મોતી વડે પણ તેને બનાવી શકે છે. લુકવાઇઝ હેવી અને રોયલ લાગે છે. તેને તમે બનારસી સાડી અને લહેંગાની સાથે કેરી કરી શકો છો.
• મલ્ટિલેયર જ્વેલરી
ખાસ ઓકેઝન પર હેવી વર્કવાળી જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ છે. એમાં તમે મલ્ટિલેયર જ્વેલરી કેરી કરી શકો છો. મલ્ટિલેયર જ્વેલરીને પ્લેન સાડી કે સૂટની સાથે કેરી કરી શકાય છે. એનાથી સુંદરતા નિખરી ઊઠે છે. આ ગ્રેસફુલ અને રોયલ લુક આપે છે.
• પર્લ કુંદન સેટ
ડબલ નેકલેસનું ચલણ આજકાલ વધી ગયું છે. પર્લ કુંદન સેટ એમાંનો જ એક છે. આ સેટ પર્લ અને કુંદનને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે વ્હાઇટ, ઓફ વ્હાઇટ અને રોઝ ગોલ્ડ કલરમાં આવે છે. આ સેટ મોટાભાગે હેવી ડ્રેસ જેમ કે સાડી, લહેંગા અને શરારાની સાથે સૂટ થાય છે.
• સ્ટડ સેટ
પર્લને મોટા ભાગની મહિલાઓ સ્ટડ અને પેન્ડન્ટના રૂપમાં પહેરવાનું પસંદ કરે છે. સ્ટડ સેટ લાઇટવેઇટ હોય છે. તેને ડેઇલી કેરી કરી શકાય છે. સ્ટડને તમે ગોલ્ડ અને સિલ્વરની સાથે પણ બનાવી શકો છો. સ્ટડ સાડી અને જિન્સ બંને સાથે મેચ કરવામાં આવે છે.