ટોક્યોઃ મહિલાઓ પર બાળકો અને પરિવારની દેખરેખની જવાબદારી એટલી વધી ગઇ છે કે તેમને પોતાના માટે સમય મળી રહ્યો નથી. મહિલાઓને કસરત કરવાની પણ તક મળતી નથી. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જવાબદારીના બોજ હેઠળ દુનિયાની અડધાથી વધુ મહિલાઓ કસરત પણ કરી શકવાની સ્થિતિમાં નથી. તેમને પોતાના માટે સમય કાઢવામાં તકલીફ પડી રહી છે. એક સ્પોર્ટ્સ વેર કંપનીના અભ્યાસમાં દાવો કરાયો છે કે દુનિયાભરમાં અડધાથી વધુ મહિલાઓ કસરત કરવાનુ બંધ કરી ચૂકી છે. દુનિયાભરમાં 25 હજાર લોકોને આવરી લઈને કરવામાં આવેલા સરવેમાં આ હકીકત જાણવા મળી હતી. કસરત કરનાર 52 ટકા મહિલાઓ ખુશી અને 50 ટકા વધારે એનર્જી અનુભવ કરે છે.