મેકઅપ કરતી વખતે યુવતીઓ અલગ અલગ કલર્સ અને શેડ્સની સાથે એક્સપેરિમેન્ટ કરવાનું પસંદ કરે છે. તે ફક્ત આઇ મેકઅપમાં જ ડિફરન્ટ કલર્સ એપ્લાય કરે છે એવું નથી. યુવતીઓ લિપ મેકઅપ કરતી વખતે પણ અનેક શેડ્સને અજમાવે છે. દરેક લિપસ્ટિક શેડનો પોતાનો ગ્રેસ હોય છે. તેથી તેને યોગ્ય રીતે કેરી કરવું જરૂરી છે. જેમ કે, ડાર્ક લિપસ્ટિક તમારા લુકને બોલ્ડ ટચ આપે છે તેથી પાર્ટી અને ફંક્શનમાં ડાર્ક લિપસ્ટિક એપ્લાય કરવાની સલાહ અપાય છે. જોકે ડાર્ક લિપસ્ટિક કરતી વખતે તમારા લુકને બેલેન્સ કરવું જરૂરી છે. ડાર્ક લિપસ્ટિકની સાથે અન્ય ફેસ મેકઅપ પર ધ્યાન નહીં આપો તો તમારો ઓવરઓલ લુક ખરાબ થઇ જશે. તેથી ડાર્ક લિપસ્ટિક લગાવતી વખતે કઈ નાનીનાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, એ અંગે જાણીએ.
ડાર્ક લિપસ્ટિક લગાવી રહ્યાં છો તો એનો અર્થ એ કે તમે તમારા ઓવરઓલ મેકઅપમાં લિપ્સને હાઇલાઇટ કરવા ઇચ્છો છો. તેથી ડાર્ક લિપસ્ટિકને લગાવતા પહેલાં લિપ્સને તૈયાર કરવા જરૂરી છે. તમારા લિપ્સ પર ડેડ સ્કિન સેલ્સ છે અથવા હોઠ ફાટેલા છે તો પહેલાં પહેલાં તેને એક્સફોલિએટ કરો. ઘરે જ લિપ સ્ક્રબ બનાવીને એપ્લાય કરી શકો છો. એ પછી લિપ્સને મોઇશ્ચરાઇઝ કર્યા પછી જ લિપસ્ટિક લગાવો.
• લિપ લાઇનરઃ ડાર્ક લિપસ્ટિક લગાવતા પહેલાં તમે લિપસ્ટિક સાથે મેચિંગ લિપ લાઇનરની મદદથી આઉટલાઇન બનાવી દો. એ પછી જ અંદર લિપસ્ટિકથી ફીલિંગ કરો. ડાર્ક લિપસ્ટિક લગાવતી વખતે આ સ્ટેપને ફોલો કરવું જરૂરી છે. નહીંતર તમારા લિપ્સનો શેપ અજબ લાગશે. બીજું, લિપસ્ટિક બહાર નીકળવાનો ડર પણ રહે છે. ડાર્ક શેડમાં બહાર નીકળેલી લિપસ્ટિક બહુ ખરાબ લાગે છે.
• આઈ મેકઅપઃ ડાર્ક લિપસ્ટિક લગાવતી વખતે ફેસ મેકઅપને બેલેન્સ કરવો જરૂરી છે. તેથી જ્યારે ડાર્ક લિપસ્ટિક લગાવો ત્યારે આઇ મેકઅપને એકદમ લાઇટ અથવા ન્યૂડ જ રાખો. તમે ઇવનિંગ કે નાઇટ ફંક્શનમાં જવાના હો તો શિમરી કે ગ્લિટર આઇ મેકઅપ કરવાનું ટાળો. ફેસ મેકઅપ પણ એકદમ સરળ હોય એવો પ્રયત્ન કરો. તમારો બ્લશર શેડ પણ લાઇટ જ રાખવો જોઇએ.
• ધ્યાન રાખોઃ જે યુવતીઓના લિપ્સ વધારે મોટા કે જાડા હોય તેમણે ડાર્ક લિપ્સ લુક ચોઇસ અવોઇડ કરવું જોઇએ. આ પ્રકારના હોઠ ઉપર ડાર્ક લિપસ્ટિક અજીબ લાગશે. દિવસના સમયે પણ ડાર્ક લિપ્સ લુક કેરી ન કરવો જોઇએ. ડે ટાઇમમાં બ્લેક અથવા બ્રાઉન આઉટફિટની સાથે પિંક ટોન અથવા લિપ ગ્લવ્ઝ વગેરે લગાવી શકાય છે. જ્યારે રાત્રે ડાર્ક કલર આઉટફિટની સાથે તમે ડાર્ક લિપ્સ લુક રાખી શકો છો.