પૂણેઃ છેલ્લા ૧૪ વર્ષથી પૂણેમાં રહેતી મારલ યાઝરલુ બાઇક પર ૩૫ દેશો ફરી છે. ૩૬ વર્ષની મારલ હાલમાં યુરોપ પ્રવાસે છે અને ઓગસ્ટમાં ભારત પરત ફરશે. મારલ મૂળ ઇરાનની છે, પણ ૨૦૦૪માં એમબીએ કરવા ભારત આવી હતી. તેને ભારતમાં એટલું ગમી ગયું કે એમબીએ કરી લીધા પછી તે અહીં જ સ્થાયી થઇ ગઇ. પછી તો તેણે પૂણે યુનિ.માંથી માર્કેટિંગમાં પીએચડી કર્યું. ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર હતી, પણ તેને ૯થી ૫ની રૂટિન જોબમાં રસ નહોતો. તેને પ્રવાસ ગમતો તેથી બાઇક પર તે દુનિયા ફરવા નીકળી પડી. તે હાર્લી-ડેવિડસન, ડુકાતી અને બીએમડબલ્યુની સુપરબાઇક્સની માલિકણ પણ છે. મારલ પૂણેમાં ભણતી હતી ત્યારે રોડ ટ્રીપ દરમિયાન ફ્રેન્ડ્સ સાથે બાઇક ચલાવતા શીખી હતી. એ પછી તેના ફ્રેન્ડ્સે તેને બાઇક ચલાવવા પ્રેરિત કરી હતી.
બાઇક પર દુનિયા ફરવા દરમિયાન થતા અનુભવો તે બ્લોગ પર શેર પણ કરે છે.