નવી દિલ્હીઃ કોવિડનું જોખમ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. તેને જોતાં લોકો તંદુરસ્તી માટે અગાઉ કરતાં વધુ એલર્ટ થઇ ગયા છે. આથી ડાયેટની સાથે-સાથે કસરત પર પણ ભાર મુકી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી આરોગ્ય અંગે વધેલી જાગૃતિને ફિટનેસ ક્રાંતિ તરીકે પણ જોવામાં આવે છે. રિબોક ઇન્ડિયાના સરવેમાં જાણવા મળ્યું છે કે યુવાન વસ્તીમાંથી લગભગ ૯૫ ટકા દરરોજ કોઇને કોઇ ફિઝિકલ એક્ટિવિટી કરે છે, પછી તે જિમ હોય, દોડવું હોય કે ઘરે જ કસરત કેમ ન હોય. દેશના ૯ શહેરમાં ૧૮થી ૩૫ વર્ષની વયના ૨૨૦૦ પુરુષો અને મહિલાઓ પર કરાયેલા સર્વેમાં લગભગ ૫૩ ટકા ભાગ લેનારાએ કહ્યું કે અત્યાર સુધી તેઓ પાંચ એક્ટિવિટી અજમાવી ચુક્યા છે જેમાં વોકિંગને લોકોએ સૌથી વધુ પસંદ કર્યું છે. ત્યાર પછી જોગિંગ, રનિંગ, યોગ અને પછી જિમનો નંબર આવે છે. માત્ર ફિટ રહેવા માટે જ નહીં, પરંતુ મહિલાઓ પોતાની સુરક્ષા માટે પણ ફિઝિકલ એક્ટિવિટી પસંદ કરી રહી છે. લગભગ ૪૫ ટકા મહિલાઓએ કસરતને બદલે સેલ્ફ-ડિફેન્સની કોઇને કોઇ એક્ટિવિટી પસંદ કરી છે. જેમ કે કરાટે કે જૂડો. તેની સાથે જ તેઓ નાની-મોટી કરસરત પણ કરતી રહી છે. જેનાથી તે ખુદને ફિટ અને સુંદર બનાવી રાખે.
આરોગ્ય માટે મહિલાઓ જિમ જવાને બદલે બીજી રીતો પણ અજમાવી રહી છે. લગભગ ૪૦ ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે, તેઓ સ્ટ્રેન્થ વર્ક-આઉટ કરે છે. જેમ કે એરોબિક્સ, કિકબોક્સિંગ અને ઝુમ્બા વગેરે. ઝુમ્બાની લોકપ્રિયતા સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૭થી માંડીને ૨૦૧૯ વચ્ચે ઝુમ્બા કરનારી મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેનાથી સ્પષ્ટ થાય છે. કે, મહિલાઓ પુરુષોને ગઢ મનાતી બીજી એક્ટિવટીઝ પણ કરી રહી છે. સર્વેમાં સામેલ ૫૪ ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે, તેમણે મેરેથોન અનેહાફ મેરેથોન જેવી સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.