મલ્ટી સ્ટેપ ફેશિયલ ટ્રીટમેન્ટ તમારી સ્કિનને સાફ કરે છે. હાઇડ્રેટ કરે છે અને પોષણ પ્રદાન કરે છે. જેથી તમને યુવાન અને ચમકદાર સ્કિન મળે છે. ફેશિયલ તમારા તણાવને રાહત પણ આપે છે. બિઝી શિડ્યુઅલ, વધારે ખર્ચ, સમયના અભાવે કે પરિસ્થિતિના કારણે બે કલાકની રોયલ ફેશિયલ ટ્રીટમેન્ટ લેવા તમે બ્યુટીપાર્લર ન જઈ શકો એવું બને. તો તમારી સ્કિનને તાજી રાખવાનું તમે પોતે જ મેનેજ કરી શકો છો. કેટલાક નિયમોથી તમે ઘર બેઠાં જ સલૂન જેવું ફેશિયલ કરી શકો છો અને બમણી ખૂબસૂરતી મેળવી શકો છો.
ક્લિનઝિંગ કરો
ક્લિન્ઝિંગ ચહેરા પરનો મેલ ડાઘા અને વધુ પડતાં ઓઇલને સાફ કરી નાંખે છે. સાથે જ તમારી સ્કિન સારી રીતે ટ્રીટમેન્ટ રિસિવ કરી શકે છે. ઓઇલી સ્કિનની માટે ઓઇલ ફ્રી ક્લિનઝર અને ડ્રાય સ્કિન માટે માઇલ્ડ ફોમિંગ ક્લિનઝરનો ઉપયોગ કરો. સૌથી પહેલા ચહેરાને નવશેકા પાણીથી સાફ કરો ત્યારબાદ ક્લિનઝરનો અપવર્ડ સર્ક્યુલર મોશનથી ચહેરા પર લગાડો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.
ચહેરાને મસાજ કરો
મસાજથી સ્કિનનું બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મસલ ટોન સારું થાય છે. સ્કિન બ્રાઇટ અને ટાઇટ થાય છે. ક્રિમથી ફોરહેડ વચ્ચે મસાજ કરવાનું શરૂ કરો. ત્યારબાદ નાક, ગાલ, હોઠ, ગરદન અને દાઢી સુધી મસાજ કરો. મસાજ માટે ફક્ત પોતાની આંગળીઓનો ઉપયોગ અપવર્ડ મોશનમાં કરો. અપવર્ડ મોશનથી તમારો ચહેરો લિફ્ટ થાય છે.
ડેડ સ્કિનને હટાવો
હળવા હાથે સ્ક્રબિંગ કરવાથી ચહેરો એક્સફોલિએટ (ડેડ સ્કિન હટાવવી) પોલિશ થઈ જાય છે. ફેસ સ્ક્રબને ચહેરા અને ગરદન પર લગાડો ત્યારબાદ હળવા હાથે સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. ઓઇલી સ્કિન પર સ્ક્રબની સાથે માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો. ડ્રાય સ્કિનની માટે કોકોનટ અને કોફી સ્ક્રબ સૌથી ઉતમ વિકલ્પ છે. યોગ્ય રીતે સ્ક્રબ કર્યા પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો. દાઢી અને નાકના ભાગને વધારે સમય સ્ક્રબ કરવાથી બ્લેકહેડ્સ અને ગંદગી સાફ કરી શકાય છે.
મસાજની પછી સ્ટીમ લો
સ્ટીમથી પોર્સ ક્લીન થઇ જાય છે. આ સ્ટેપ ઓઇલી સ્કિનની માટે જાદુઇ હોય છે. સ્ટીમથી એક્ને અને પિંપલ્સ ઓછા થઇ જાય છે. આ માટે એક મોટા બાઉલમાં પાણી ગરમ કરી લો. ત્યારબાદ માથાને ટુવાલથી ઢાંકીને ૫થી ૧૦ મિનીટ સ્ટીમ લો.
ફેસ માસ્કનો ઉપયોગ
તમારી સ્કિન પ્રોબ્લેમ પ્રમાણે માસ્ક બનાવી લગાડી શકો છો. ઓઇલી સ્કિન માટે ઘઉંનો લોટ અથવા ચોખાનું ખીરું અને એવોકોડોનો ઉપયોગ કરી શકો છો. ડ્રાય સ્કિન માટે કેળું અને મધ સારો વિકલ્પ છે. માસ્કને ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાડો. આ દરમિયાન ફ્રીઝમાં રાખેલી ઠંડી કાકડીની સ્લાઇસ આંખો પર રાખો.
હવે ટોનિંગ કરો
ટોનરથી સ્કિનના પોર્સ સાફ અને બંધ થઇ જાય છે. ટોનિંગ પિંપલવાળી સ્કિનની માટે અત્યંત ફાયદાકારક હોય છે, કેમકે આ સ્કિન પર ગંદગીને જામવા દેતું નથી. એક કોટન પેડ લો. તેમાં થોડી માત્રામાં ટોનર નાખો. સ્ટીમના સમયે જે પોર્સ ખુલી ગયા હતા તે ટોનરથી ક્લિન થઇને ટાઇટ થઇ જશે. ટોનર ધીમે આખા ચહેરા પર લગાડો અને સુકાવા દો. અંતે ચહેરાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. કેમકે ક્લિનઝિંગ અને સ્ટીમથી ચહેરો ડ્રાય થઇ જાય છે તો આનાથી તમારો ચહેરો હાઇડ્રેટ થઇ જશે.