ફળ કોઇ પણ હોય તેમાં કોઇને કોઇ વિટામિન્સ, મિનરલ્સ, અન્ય પોષક તત્ત્વો તેમજ એન્ટિઓક્સિડેન્ટ્સ ભરપૂર હોય છે. તે સ્કિનનો ટોન બદલાવે છે એટલે કે રંગત નિખાર છે અને સ્કિનમાં શાઇનિંગ ગ્લોઇંગ ફેસ કરવામાં ખૂબ મદદ કરે છે. જોકે આ નેચરલ ફેસપેકના શ્રેષ્ઠ પરિણામ માટે તેનો નિયમિત ઉપયોગ જરૂરી છે.
એપલ ગ્લોઃ એપલને છીણી લઇને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવીને ૧૫થી ૨૦ મિનિટ રાખી મૂકો. ત્યારબાદ ચહેરો સાદાં પાણીથી ધોઇ લો. જો જરૂર પડે તો તેમાં થોડોક બેસનનો લોટ પણ નાખી શકાય.
ઓરેન્જ ઇફેક્ટઃ સતરાં (ઓરેન્જ)માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના ઉપયોગથી સ્કિન ગ્લો કરવાની સાથો સાથ યંગ પણ દેખાય છે. સંતરાંના છોતરાંને સુકાવીને પાવડર બનાવી લો. તેમાં મધ અને ૩ ટીસ્પૂન દહીં, ૧ ટેબલ સ્પૂન સંતરાંનો રસ મિક્સ કરીને ફેસ પેક બનાવવું. ૧૦થી ૧૫ મિનિટ લગાવવી રાખો. આ ઉપરાંત બીજો પણ એક વિકલ્પ છે. ૧ ટી સ્પૂન સંતરાંનો રસ, બે ટી સ્પૂન એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. ૧૦ મિનિટ પછી ચહેરો ધોઇ નાંખવો.
બનાના મેજિકઃ કેળાં ત્વચાને સ્વસ્થ બનાવવાની સાથે ખૂબસૂરત પણ બનાવે છે. બનાના ફેસ પેકને બનાવવું ખૂબ જ સરળ છે. કેળાંને મસળીને પેસ્ટ બનાવી તેમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. ૧૫થી ૨૦ મિનિટ પછી સાદાં પાણીથી ચહેરો ધોઇ લેવો. ચહેરાની કરચલી દૂર કરવા માટે કેળાનું માસ્ક ઉપયોગી છે.
બનાના માસ્કનો બીજો વિકલ્પ જોઇએ તો, કેળાંને મસળીને તેમાં થોડું નારિયેળનું તેલ મિક્સ કરી ચહેરા પર લગાવી દો. ૧૦થી ૧૫ મિનિટ પછી એક સુકાઇ જાય પછી સાદાં પાણીથી ચહેરો ધોઇ લો.
અનાર પેકઃ અનાર (દાડમ)માં સારા પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે. તેના ઉપયોગથી ત્વચા પર નિખાર આવે છે. કરચલી પણ નથી પડતા. એકથી દોઢ ચમચી દાડમનો રસ, અડધી ચમચી મધ, અડધી ચમચી ચણાનો લોટ, મધ અને થોડીક છાસ મિક્સ કરવી. આ બધી વસ્તુ મિક્સ કરીને થોડીક સાકરનો પાવડર ઉમેરવો. આ મિશ્રણને મિક્સ કરીને ચહેરા પર મસાજ કરવો, સ્ક્રબ કરવું
પાઇનેપલ પેકઃ એક ટેબલ સ્પૂન પાઇનેપલ જ્યુસમાં અડધી ચમચી ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. થોડી વાર પછી મોં ધોઇ લેવું. પાઇનેપલ ડેડ સ્કિન રિમૂવ કરે છે. સાથોસાથ ચહેરાની ફ્રેશનેસ પણ આવે છે.
મેન્ગો માસ્કઃ અત્યારની સિઝનમાં સૌથી શ્રેષ્ઠ મેન્ગો માસ્ક છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો, વિટામિન્સ, મિનરલ્સ હોય છે કે જે ત્વચાને ખૂબસૂરત, ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કેરીને મેસ કરીને તેમાં મુલતાની માટી મિક્સ કરી ૧૦થી ૧૫ મિનિટ લગાવી રાખવું ત્યારબાદ ધોઇ લેવું.
આ રીતે ઘરે આવતાં તમામ ફળોનાં યોગ્ય ઉપયોગ કરીને તમારી સ્કિનને હેલ્ધી, ફેર અને કુદરતી ચમકદાર બનાવી શકો છો.