બાંગ્લાદેશની તશ્વનુવા પહેલી ટ્રાન્સજેન્ડર ટીવી એન્કર બની

Sunday 21st March 2021 04:45 EDT
 
 

બાંગ્લાદેશની આઝાદીને ૫૦ વર્ષ પૂર્ણ થયા પ્રસંગે પહેલીવાર ટ્રાન્સજેન્ડર ન્યુઝ એન્કર બનાવાઇ છે. આ પહેલ બોઇશખી ટીવીએ કરી છે. મોડલ-એક્ટર તશ્વનુવા આયર શિશિરે આંતરરાષ્ટ્રીય મહિલા દિને આ ચેનલ પર ન્યુઝ પ્રેઝન્ટર તરીકે ઇનીંગ્સ શરૂ કરી હતી. તેણે ૨૦૦૭માં થિયેટર ગ્રુપ ‘નટુઆ’ના માધ્યમથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તે આ વર્ષે બે ફિલ્મમાં પણ દેખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter