બેંગલુરુની પત્રકારત્વની વિદ્યાર્થિની અંબિકા બેનર્જીને તાજેતરમાં એક દિવસ માટે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર બનવાની તક મળી. અંબિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય ગર્લ ડે’ના દિવસે ૧૧મી ઓક્ટોબરે જેરેમી પિલ્મોર બેડફોર્ડનું પદ એક દિવસ માટે સંભાળ્યું હતું. અંબિકાએ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરનું જે પદ સંભાળ્યું હતું તે ભારતમાં બ્રિટનનું ત્રીજું સૌથી મોટું પદ છે. તેનું કામ સરકાર અને કારોબારીઓની સાથે દેશના હિત સાથે જોડાયેલા મુદ્દાઓને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવાનું હોય છે. આ પદના કાર્યક્ષેત્રનો એક દિવસમાં શક્ય હોય એટલો અભ્યાસ કર્યો. અમે વ્હાઈટફીલ્ડ ટેલ્ટોમાં લૈંગિક સમાનતા પર કામ કરી રહેલાં કાર્યકર વિદ્યા લક્ષ્મીને મળ્યાં. બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર બેડફોર્ડના જણાવ્યા પ્રમાણે, આ પદ સંભાળવા માટે બીજી વખત યોજાયેલી આ ચેલેન્જનો મુખ્ય હેતુ મહિલાઓ અને તેમને અસર કરતા મુદ્દાઓને બ્રિટન અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સહયોગ આપવાનો છે.