સોશિયલ મીડિયા પર એક્ટિવ મોટા ભાગના યુવાનો સેલિબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સરને ફોલો કરે છે અને તેમના જેવા જ આકર્ષક દેખાવાનું પસંદ કરે છે. આના લીધે તેમના પર બોડી ઈમેજનું પ્રેશર એટલું વધી જાય છે કે, તેઓ ફિટ અને સુંદર દેખાવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેમનો ઘણો બધો સમય સેલ્ફ ગ્રૂમિંગ પાછળ વપરાઈ રહ્યો છે.
જોકે બોડી પોઝિટિવ વેલનેસ કોચ અને યોગ શિક્ષિકા કહે છે કે, ‘સેલિબ્રિટીઝને સ્ક્રીન પર સારા દેખાડવા માટે એક મોટી ટીમ કામ કરે છે, તેઓ પોતાના લૂક અને ફિટનેસ માટે વર્ષો સુધી મહેનત કરે છે. યુવાન છોકરીઓમાં આટલી ધીરજ હોતી નથી, એટલે તે કોઈ પણ શોર્ટકટ અપનાવીને બોડી ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે, જે ખતરનાક હોઈ શકે છે. તેનાથી આરોગ્ય પર ખરાબ અસર થાય છે. છોકરીઓએ સમજવું જોઈએ કે, દરેકનું શરીર અલગ હોય છે, એટલે કોઈની સાથે તુલના કરવું યોગ્ય નથી. સ્લિમ - ફિટ દેખાવા માટે શોર્ટકર્ટ રસ્તો અપનાવવાને બદલે હેલ્ધી ડાયેટ અને લાઈફસ્ટાઈલ્સ અપનાવો અને તેને હંમેશા ફોલો કરો.’