સ્કિનને ગ્લોઈંગ બનાવવા અનેક મહિલાઓ દર મહિને બ્લીચ કરાવે છે. તેનાથી ત્વચા પર જામેલી ગંદકી તથા ટેનિંગની સાથે અણગમતા વાળનો રંગ તો હળવો થઈ જાય છે, પણ કેમિકલ્સથી ભરપૂર હોવાથી સ્કિન પણ ડેમેજ થઈ શકે છે. આ સ્થિતિ નિવારવા અને તાત્કાલિક નિખાર માટે હોમમેડ બ્લીચ બેસ્ટ છે. ઘરે નેચરલ રીતે તૈયાર બ્લીચથી સ્કિન ફ્લોલેસ અને બેદાગ રહેશે. બ્યુટી એક્સપર્ટ્સ કહે છે કે અનેક લોકોની સ્કિન ખૂબ જ સેન્સિટીવ હોય છે. માર્કેટમાં ઉપલબ્ધ બ્લીચમાં એમોનિયા હોય છે જે સૌને માફક આવતો નથી. એવામાં તે હોમમેડ નેચરલ બ્લીચનો ઉપયોગ કરી શકે છે. તેને બનાવવા ૧ ચમ્મચ હળદર, ૧ ચમ્મચ ગુલાબ જળ, ૧/૨ ચમચી લીંબુ રસ, ૧/૪ ચમ્મચ ચંદન પાઉડરની જરૂર પડશે. બાઉલમાં તમામ સામગ્રી મિક્સ કરી લો. જો ઈચ્છો તો ચંદન પાઉડરની જગ્યાએ બેસન અને લીંબુની જગ્યાએ ટામેટાનો રસ મિશ્ર કરી શકો છો. તેને મિક્સ કરી ૧૦ મિનિટ સુધી રહેવા દો. ચહેરા પર એકસરખી રીતે લગાવો અને સૂકાવા દો. ૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ હોમમેડ બ્લીચથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ થતી નથી.