સ્ટાઇલિશ અને બ્યૂટીફૂલ બેગ્સ વગર ફેશનની દુનિયા અધૂરી છે. ફેશનની દુનિયામાં આ સ્ટાઇલિશ બેગની ફેશન સદાબહાર હોય છે. આ બેગ અને ક્લચ અનેક સ્ટાઇલમાં અને અલગ અલગ રંગોમાં બજારમાં ઉપલબ્ધ છે. તમારા સુંદર આઉટફિટ્સ અને તમારી જરૂરત અનુસાર તમે તે પસંદ કરી શકો છો.
• ક્લચ હેન્ડબેગઃ સ્ટાઇલપ્રેમી યુવતીના વોર્ડરોબમાં એક નાનું ક્લચ અને સ્ટાઈલિશ હેન્ડબેગ તો હોવાં જ જોઈએ. તમે આ સ્ટાઇલની હેન્ડબેગને કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ સાથે સરળતાથી મેચ કરી શકો છો. આ હેન્ડબેગમાં કામની બધી વસ્તુ સરળતાથી રહી શકે છે અને એ જોવામાં સુંદર હોય જ છે.
• મિની પર્સઃ મિની પર્સ ક્લચ કરતા થોડા મોટા હોય છે પણ એ એટલા પણ મોટા નથી હોતા કે એને સાથે રાખવામાં અગવડ પડે. તમે ફેસ્ટિવલ સેલિબ્રેશન વખતે અથવા તો વેડિંગ પાર્ટીમાં ભારતીય કે વેસ્ટર્ન આઉટફિટ સાથે આ પ્રકારનું મિની પર્સ રાખી શકો છો. આ પર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બધાનું ધ્યાન આકર્ષિત કરી શકે છે.
• પોટલી ક્લચઃ પોટલી સ્ટાઇલનાં ક્લચનું મોટાભાગે સાડી સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે. આમાં ગોલ્ડન અને સિલ્વર રંગ સૌથી વધારે લોકપ્રિય છે. ટ્રેડિશનલ લુક માટે સાડી કે પછી ઇન્ડો-વેસ્ટર્ન વેડિંગ આઉટફિટની સાથે તમે સિલ્વર કલરનાં પોટલી ક્લચનું કોમ્બિનેશન કરી શકો છો. આ પોટલી બેગ્સ ખૂબ સ્ટાઈલિશ લાગે છે. આને લઇને તમે કોઈ પાર્ટીમાં જાઓ છો ત્યારે તરત આકર્ષણનું કેન્દ્ર બની જાઓ છો અને તમારા લુકની સાથે ઈમ્પ્રેશન પણ વધી જાય છે.
• સ્લિંગ બેગ્સઃ પોતાની સાથે થોડો વધારે સામાન રાખવા ઇચ્છતી યુવતીઓ માટે સ્લિંગ બેગ્સ સૌથી સારો વિકલ્પ છે. લહેંગો, સાડી કે પછી સૂટ... કોઇ પણ પ્રકારનાં આઉટફિટ સાથે સ્લિંગ બેગ કેરી કરો છો. સ્લિંગ બેગથી હેન્ડબેગવાળો લુક પણ મળે છે, અને હાથ પણ ફ્રી રહે છે.