એલોવેરા અનેક ગુણોથી ભરપૂર છે, તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે, એલોવેરા જ્યૂસને વાળ પર લગાડવામાં આવે અથવા એલોવેરા પીવાથી વાળમાં ચમક આવે છે. રોજિંદા જીવનમાં એલોવેરાનું સેવન કરવાથી શું શું ફાયદા થઇ શકે છે તેની પર એક નજર કરીએ.
• એલોવેરા જ્યૂસમાં ભરપૂર એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે, જે શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઈમ્યુનિટી પણ વધારે છે. આ સિવાય સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે. રોજ 200-300 મિલી એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.
• એલોવેરા જ્યૂસના સેવનથી તો વજન પણ ઓછું કરી શકાય છે, કારણ કે આના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યૂસમાં ઘણાં પોષકતત્ત્વ હોય છે જે શરીરને નબળું પડવા દેતાં નથી.
• બોડી ડિટોક્સિફિકેશન માટે પણ એલોવેરા જ્યૂસ બહુ ગુણકારી છે. તેને પીવાથી શરીરમાં રહેલાં હાનિકારક તત્ત્વો દૂર થઈ જાય છે. બોડી ટોક્સિન્સ આપણાં શરીરને નુકસાન કરતા હોય છે જેથી તેને દૂર કરવા એલોવેરા જરૂરી છે.
• એલોવેરાના જ્યૂસનું સેવન ત્વચામાં નિખાર લાવે છે. આનું નિયમિત સેવન કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યુવાન અને ચમકદાર રહે છે. એલોવેરાનો જ્યૂસ પીવાથી ત્વચાની ખરાબી, ખીલ વગેરે પણ દૂર થાય છે.
• એલોવેરા જ્યૂસને વાળ પર લગાડવામાં આવે તો પણ ફાયદાકારક છે, એલોવેરા પીવાથી વાળમાં ચમક આવે છે તેમજ વાળનું ટેક્સચર પણ સારું થાય છે. એલોવેરાના જ્યૂસને મેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ ચમકદાર થાય છે.
• એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી શરીરની એનર્જી વધે છે, કારણ કે એલોવેરાના જ્યૂસમાં ઘણા પ્રકારનાં પોષકતત્ત્વો, વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સુધારવાનું કામ કરે છે અને શરીરને એનર્જી આપે છે. આને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.
જોકે એ વાત ખાસ ધ્યાનમાં રાખશો કે જે મહિલાઓ ગર્ભવતી છે અથવા સ્તનપાન કરાવે છે તેમણે તેમજ 12 વર્ષથી નાના બાળકોએ એલોવેરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.