વાળમાં રિબોન્ડિંગ અને સ્મૂધનિંગનો ક્રેઝ યુવતીઓમાં વધી રહ્યો છે. રિબોન્ડિંગ કર્યા બાદ ત્રણ દિવસ સુધી હેર વોશ કરવાના નથી હોતા. રિબોન્ડિંગની અસર વાળમાં એક વર્ષ સુધી રહે છે. એક વર્ષ પછી નવા વાળ આવવા લાગે છે, જે સીધા હોતા નથી. આમ તો રિબોન્ડિંગ અને સ્મૂધનિંગ બન્ને વાળને સીધા કરવાની એક પદ્ધતિ છે, પરંતુ બન્નેના કેટલાંક સારાં-નરસાં પાસાં છે જે સહુએ જાણવા જરૂરી છે.
• રિબોન્ડિંગઃ રિબોન્ડિંગમાં કેમિકલની મદદથી વાળને સીધા અને સિલ્કી બનાવાય છે. તેનાથી વાળ કોમળ અને મુલાયમ બની જાય છે, પરંતુ આ ટ્રીટમેન્ટમાં કેમિકલનો ઉપયોગ થવાથી તે નુકસાનકારક છે. તેનાથી વાળ આગળ જતાં શુષ્ક થઇ જાય છે અને નેચરલ ઓઇલ ઘટી જાય છે. રિબોન્ડિંગ કરાવવામાં આશરે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. રિબોન્ડિંગ કર્યા બાદ ત્રણ દિવસ સુધી હેર વોશ કરવાના હોતા નથી. રિબોન્ડિંગની અસર વાળમાં એક વર્ષ સુધી રહે છે. એક વર્ષ પછી નવા વાળ આવવા લાગે છે, જે સીધા હોતા નથી.
લાભ અને ગેરલાભઃ રિબોન્ડિંગથી વાળ સ્ટ્રેઇટ થઇ જાય છે, જેથી તમે ખુલ્લા રાખીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. જોકે રિબોન્ડિંગ કરાવવાથી લાભ કરતાં નુકસાન વધુ થાય છે. રિબોન્ડિંગ કરાવવાથી વાળમાં નેચરલ ઓઇલ ઘટતાં વાળ પહેલા કરતાં ઘણાં રફ થઇ જાય છે. રિબોન્ડિંગને કારણે વાળ ડલ થઇ જાય છે.
• સ્મૂધનિંગઃ સ્મૂધનિંગમાં પણ વાળને સીધા કરવામાં આવે છે, પરંતુ આ ટ્રીટમેન્ટમાં ઓછા કેમિકલનો ઉપયોગ થાય છે. સ્મૂધનિંગ દરમિયાન કેરાટિનનો ઉપયોગ થાય છે. કેરાટિન એટલે કે વાળને પ્રોટીન આપવામાં આવે છે. વળી, સ્મૂધનિંગમાં વધારે કેમિકલનો ઉપયોગ થતો નથી. તેથી યુવતીઓ સ્મૂધનિંગ કરાવવાનું વધારે પસંદ કરે છે.
લાભ અને ગેરલાભઃ હેર સ્મૂધનિંગ વાળને સિલ્કી અને સ્મૂધ બનાવે છે. સ્મૂધનિંગ રિબોન્ડિંગ કરતાં ઉત્તમ જરૂર છે, પરંતુ સ્મૂધનિંગમાં પણ કેમિકલનો ઉપયોગ તો થાય જ છે. વાળ માટે કોઇ પણ કેમિકલ ટ્રીટમેન્ટ વધારે ફાયદાકારક નથી હોતી. સ્મૂધનિંગની અસર હેરમાં એકાદ વર્ષ સુધી રહે છે. પછી નવા વાળ આવે છે, જે નેચરલ હોય છે.
જો વાળ પાતળા હોય તો...
હવે આપણે જોઇએ કે પાતળા વાળ હોય તો યુવતીએ શું કરવું જોઇએ? પાતળા વાળમાં રિબોન્ડિંગ અને સ્મૂધનિંગ કરાવવાને બદલે દર મહિને હેર સ્પા કરાવવું જોઇએ. હેર સ્પા કરાવવાથી પણ વાળ મુલાયમ અને સિલ્કી બને છે. જો તમે કોઈ હેર ટ્રીટમેન્ટ લેવાનું વિચારી રહ્યાં છો તો રિબોન્ડિંગ કરતાં ઘણું સારું છે. તમે સ્મૂધનિંગ કરાવી શકો છો. સ્મૂધનિંગ દરમિયાન વાળમાં ઓછા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી વાળ એકદમ સ્ટ્રેટ લાગતાં નથી, પરંતુ નેચરલ લાગે છે. પાતળા વાળ માટે સ્મૂધનિંગ ઉત્તમ વિકલ્પ છે.