બ્રાઝિલની સર્ફર મહિલા મારિયા ગાબેરિયાએ સૌથી ઊંચા મોજા પર સર્ફિંગનો વિક્રમ નોંધાવ્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝે તેના રેકોર્ડની સત્તાવાર નોંધ લીધી હતી. મારિયાએ જોકે આ સર્ફિંગ ૧૧મી ફેબ્રુઆરીએ કર્યું હતું, પરંતુ રેકોર્ડની પૂરતી ચકાસણી કર્યા પછી તાજતેરમાં તેની જાહેરાત કરાઈ હતી. સમુદ્રના મોજાં પર સર્ફિંગ કરવું એ સાહસિક રમત છે. સાહસિકો તેના વિક્રમો તોડવા મધદરિયે ઉતરી પડતાં હોય છે. મારિયાએ આ પહેલા ૨૦૧૮માં ૬૮ ફૂટ ઊંચા મોજાં પર સર્ફિંગ કરી દેખાડ્યું હતું. સમુદ્રના તોફાની અને બહુમાળી બિલ્ડિંગ જેમ ઊછાળા મારતાં મોજાં પર તરવું મુશ્કેલ હોય ત્યાં વળી સામા પ્રવાહે ટકી રહીને ઊંચાઈ પર પહોંચવું એ મોટી સિદ્ધિ જ છે.