રશિયામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી રેન ગાર્ડનને નિર્જીવ વસ્તુઓ સાથે ભારે લગાવ છે. સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી રેન આમ તો સામાન્ય લોકો જેવું જ જીવન જીવે છે, પરંતુ નિર્જીવ વસ્તુઓ સાથે તેને અનહદ પ્રેમ છે. રેનનો નિર્જીવ વસ્તુઓ સાથેનો પ્રેમ દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. રેન પહેલાં એક બ્રીફકેસ સાથે દિવસમાં ચાર ચાર કલાકો વાતો કરતી હતી અને રેને એ પછી બ્રીફકેસ સાથે વિધિવત રીંગ સેરેમની કરીને લગ્ન પણ કરી લીધાં છે.
રેન બ્રીફકેસને ગીડિયોન કહીને બોલાવે છે. તે પાંચેક વર્ષ પહેલાં એક સ્ટોરમાંથી ફોટોશૂટ માટે કેટલાક સાધનો ખરીદવા ગઈ હતી તે વખતે તેણે મેટાલિક બ્રીફકેસ ખરીદી હતી. રેન કહે છે કે, વર્ષ ૨૦૧૫માં મારા પતિ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ હતી. મને એ સમયે જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.
રેન કહે છે કે, હું લગભગ ૮ વર્ષની હતી ત્યારથી જ મને નિર્જીવ વસ્તુઓ ઘણી ગમવા લાગી હતી. મારું માનવું છે કે, દરેક વસ્તુમાં જીવ હોય છે. હું ક્યાંય પણ જતી, મોલ કે પછી માર્કેટ મને આ વસ્તુઓ સાથે પ્રેમ થઈ જતો હતો.
રેને દાવો કર્યો છે કે, તે ગીડિયોન સાથે ત્રણ-ચાર કલાક સુધી વાતો કરતી રહે છે. બંને લાંબો સમય સાથે પસાર કરે છે. રેન કહે છે કે, બંને વચ્ચે એક સ્પીરિચ્યુઅલ કમ્યુનિકેશન છે. ગીડિયોન તેને સાંભળી શકે છે અને તે ગીડિયોનને.
ખાસ વાત એ છે કે, રેને આ લગ્ન પોતાનાં મિત્રોની હાજરીમાં ઓનલાઈન કર્યાં હતાં અને ત્યાર પછી એક કાર્યક્રમમાં તેના ભાઈ અને મિત્રોએ ભાગ પણ લીધો હતો. હકીકતમાં રેન આ સ્થિતિને ઓબ્જેક્ટ સેક્યુઆલિટી કહે છે. જેના પર દુનિયાભરમાં ઘણી રિસર્ચ
થઈ છે.