ઇંગ્લેન્ડ: લેસ્ટશાયરમાં રહેતી ૧૫ વર્ષની મેટી હેટોનને બ્રેઇન ટ્યુમર છે. લોકડાઉન પછી મેટીને કોઇ મળી શકતું નહોતું. તેની જિંદગી માત્ર હોસ્પિટલ અને ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી. મેટીને ૨૦૧૬માં પ્રથમ વખત બ્રેઇન ટ્યુમર ત્રીજી વખત પાછું આવ્યું છે. આ દરમિયાન મેટીનાં આન્ટીએ તેને આત્મવિશ્વાસમાં વધારો કરવા હાથેથી લખીને પત્ર મોકલ્યો હતો. આ પત્ર વાંચીને મેટીના ચહેરા પર સ્મિત આવી ગયું. મેટીને પત્ર વાંચીને મજા આવી તે સાંભળીને આન્ટી ઉત્સાહિત થઇ ગયા. આન્ટીએ સોશિયલ મીડિયા પર મેટીને પત્ર મોકલવા લોકોને અપીલ કરી. આન્ટીની અપીલ પછી દુનિયાભરમાંથી લોકો મેટી માટે પ્રેમભર્યા સંદેશા મોકલી રહ્યા છે. ઇ-મેલ, મેસેજ, વીડિયો મેસેજની સાથે-સાથે લોકો હાથથી પત્ર લખીને, પેઇન્ટિંગ અને અલગ-અલગ પ્રકારની ભેટ પણ મોકલી રહ્યા છે. મેટીને અત્યાર સુધી આવા ૮૦૦થી વધુ સંદેશા મળ્યાં છે.
કેવિન ગોરેનસન નામના એક માણસે મસેજની સાથે પોતાના મેરેથન રેસના મેડલ મેટીને મોકલ્યા છે. લોકોને પોતાના સંઘર્ષ પણ પત્રો દ્વારા મેટીને જણાવ્યા છે. મેટીને આ બધા જ સંદેશાને પોતાના ફેસબુક પેજ ‘લેટર્સ ફ્રોમ ધ ટિમ પીક’ ફૂટબોલ પ્લેયર જેમી વાર્ડી અને ટીવી એન્કર એન્ટ અને ડેકનો પણ સમાવેશ થાય છે. મેટીએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો તેને આટલો બધો પ્રેમ આપશે. મેટીએ નક્કી કર્યું છે કે, તે મેસેજ મોકલનારા તમામ લોકોને જાતે લખીને થેન્ક્યુ
પોસ્ટ કરશે.