ટોક્યો ઓલિમ્પિકમાં ફેન્સિંગ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ખેલાડી ૨૮ વર્ષીય ભવાની દેવીએ ચાર્લેવીલે નેશનલ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાંસના યજમાનપદે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિશ્વના અગ્રણી ફેન્સરોએ ભાગ લીધો હતો, જેમાં ભવાની દેવીએ સાબ્રે ઈવેન્ટમાં ટાઈટલ જીત્યું છે. તેણે ફાઈનલમાં ટ્યુનિસિયાની બેન અઝીઝને ૧૫-૩થી હરાવી હતી.