ભારતની સર્વોચ્ચ અદાલતમાં 13 માર્ચે એક અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો. સુપ્રીમ કોર્ટમાં કૂક તરીકે કામ કરતા અજય સમાલની પુત્રી પ્રજ્ઞાને કાયદાની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અમેરિકાની ટોચની બે યુનિવર્સિટી દ્વારા સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે. પ્રજ્ઞાની આ સફળતાને બિરદાવવા, તેને આશીર્વાદ આપવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સહિત તમામ જજીસ એકત્ર થયા હતા, અને પ્રજ્ઞાને ભારતીય બંધારણના ત્રણ પુસ્તક આપીને સન્માનિત કરી હતી. આ પ્રસંગે પ્રજ્ઞાએ ચીફ જસ્ટિસના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતાં. તો ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે આશા વ્યક્ત કરી હતી પ્રજ્ઞા વિદેશમાં કાયદા ક્ષેત્રનો ઉચ્ચ અભ્યાસ કરીને ભારત પરત ફરશે અને કાયદા ક્ષેત્રે યોગદાન આપશે.