વોશિંગ્ટન: યુવતીઓ સામાન્યપણે લીડર બનવા માંગતી નથી, પરંતુ જ્યારે તેઓના આત્મસન્માન પર વાત આવે છે ત્યારે તેઓ અડગ રહીને તેનો સામનો કરે છે. આ રિસર્ચના મેટા-વિશ્લેષણ અનુસાર મહિલા નેતૃત્વની રણનીતિઓ પુરુષોની તુલનામાં વધુ અસરકારક હોય છે. તેઓની પાસે સમસ્યાના સમાધાન માટે વધુ રચનાત્મક દૃષ્ટિકોણ હોય છે. તેઓ અધિકારીઓ સાથે વધુ પ્રભાવી ઢંગથી સંવાદ કરી શકે છે.
તાજેતરમાં થયેલા એક સરવે મુજબ યુવતીઓ પોતાના ફ્યૂચર કરિયરની સૂચિમાં લીડર બનવાની ઇચ્છાને 17મા ક્રમાંકે રાખે છે. 9થી 18 વર્ષની યુવતીઓ પર આ સરવે હાથ ધરાયો હતો. થોમસ કેમોરોએ એક સરવેના આધાર પર પોતાના પુસ્તક ‘વ્હાય સો મેની ઇનકમ્પિટન્ટ મેન બીકેમ લીડર્સ’માં લખ્યું છે કે અમેરિકામાં 92 ટકા અમેરિકન લીડર પુરુષ જ છે. 8 ટકા લીડર તરીકે એલેક્સા અથવા સિરીની પસંદગી કરવા માંગે છે.
યુએનના અભિપ્રાય અનુસાર જેન્ડર ગેપમાં સમાનતાના મામલે તેઓ હજુ પણ 257 વર્ષ પાછળ છે. તેમ છતાં જાહેરજીવન જીવનારી મહિલાઓ નેતા છે. અમેરિકામાં 30 મહિલાઓ રાજ્ય અથવા સરકારનું નેતૃત્વ કરી રહી છે. તેમાં માત્ર 15 ટકા જ હિસ્સો છે.