વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટના પૂર્વ સ્થાપક બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સ લોકોના કલ્યાણ માટે એક મિશન ચલાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમના ગેટ્સ ફાઉન્ડેશને સ્વાસ્થ્ય સહિત અનેક ક્ષેત્રો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
બિલ અને મેલિન્ડાએ ઓગસ્ટ 2021માં છૂટાછેડા લીધા હતા પરંતુ મેલિન્ડા ત્રણ વર્ષ સુધી ફ્રેન્ચ ગેટ્સ ફાઉન્ડેશનના કામ સાથે જોડાયેલાં રહ્યાં. ગયા મહિને મે મહિનામાં તેણે ફાઉન્ડેશન છોડી દીધું અને મહિલાઓને મદદ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું.
હવે મેલિન્ડા ગેટ્સનું ફોક્સ મહિલાઓ પર છે. તેઓ રાજકારણ, બિઝનેસ, ટેક્નોલોજી બાદ હવે મીડિયામાં મહિલાઓને શક્તિશાળી બનાવવા માગે છે. તેઓ સમગ્ર વિશ્વમાં તેમના કામને ફેલાવી રહ્યાં છે. તેમણે મહિલાઓના અધિકાર અને અન્યની મદદ કરતાં સંગઠનોને 1600 કરોડ રૂપિયાથી વધુ દાનમાં આપ્યા છે.
મેલિન્ડા ગેટ્સે 12 વ્યક્તિને દરેકને 165 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે. મેલિન્ડા અમેરિકામાં એબોર્શનના અધિકારોની માગ કરતી સંસ્થાઓને પણ નાણાં આપે છે. તેથી કેથોલિક ચર્ચમાં કેટલાક લોકો તેમના વિરુદ્ધમાં આવ્યા છે. આ અગાઉ તેમણે મહિલાઓને અનિચ્છનીય ગર્ભાધાનથી બચાવવા માટે કોન્ટ્રાસેપ્ટિવ્સ આપવાની પણ હિમાયત કરી હતી.