આરોગ્ય સુવિધા વધવાને કારણે માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. યુકેમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, જો કે છેલ્લા ૪૫ વર્ષમાં મહિલાઓનાં સરેરાશ આયુષ્યમાં સાત વર્ષનો વધારો થયો છે તો પુરુષોના સરેરાશ આયુષ્યમાં ૧૨ વર્ષનો વધારો થયો છે. ભૂતકાળ ઉપર નજર નાખીએ તો જૈવિક અને સુરક્ષિત જીવનશૈલીને કારણે પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ રહ્યું છે હવે એમાં કેમ ઊલટફેર થઈ ગયો? ૨૦૧૮માં પુરુષો માટે સરેરાશ આયુષ્ય ૨૦૧૮ના વર્ષમાં સૌથી વધુ રહ્યું હતું જ્યારે મહિલાઓ માટે ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૪માં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૮ વર્ષ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ તેમાં બીજો કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. બીજી તરફ જીવનશૈલીમાં સુધારો પણ ૧૯૭૦ના દાયકાથી જણાઈ રહ્યો છે. ૨૦૧૮માં ૧૦,૭૩૦ પુરુષો ૮૬ વર્ષની સરેરાશ વયે મૃત્યુ પામ્યાં હતાં. આમ બ્રિટનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૮ વર્ષ જ્યારે પુરુષોનું આયુષ્ય ૮૬ વર્ષ નોંધવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે દુનિયાભરમાં મહિલાઓ પુરુષો કરતાં વધુ જીવે છે. તેના અનેક કારણો છે. જેમાં મહિલાઓના શરીરમાં પેદા થતો ઓસ્ટ્રેજન અંતઃસ્ત્રાવ કુદરતી રીતે જ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જેને કારણે મહિલાઓમાં હૃદયરોગ અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ ઓછું છે. ઉપરાંત મહિલાઓ આરોગ્ય પ્રતિ વધુ સભાન હોય છે. ઉપરાંત તેઓ જોખમી કામો બહુ ઓછાં કરતી હોય છે.
આયુષ્ય વધવાનું કારણ?
સ્ત્રી અને પુરુષનું સરેરાશ આયુષ્ય વધવાનું કારણ એ છે કે દાયકાઓથી નવી તબીબી શોધોને કારણે આરોગ્યમાં સુધારો થયો છે. જીવલેણ રોગોમાં પણ જીવનની દોરી લંબાઈ છે. ઉપરાંત ધૂમ્રપાનનો દર ઘટયો છે અને જાહેર સ્થળો તેમજ કામ કરવાના સ્થળે આરોગ્ય અને સુરક્ષામાં સુધારો થયો છે. સરવાળે આયુષ્યની દોરી લંબાઈ છે.