કેળાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે અને મહિલાઓ માટે તે ખૂબ જ જરૂરી છે. શું તમે જાણો છો કે રોજ એક કેળું ખાવાથી મહિલાઓ અનેક ગંભીર બીમારી ટાળી શકે છે? દરરોજ કેળા ખાવાથી મહિલાઓમાં નબળાઈની સમસ્યા દૂર થાય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો પણ કેળાં ખાઈ શકો છો. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી માત્ર એક કેળું ખાવાથી પણ તમને પેટ ભરાયેલું લાગશે. આથી ફૂડ ઇન્ટેક પણ ઓછું થશે. અન્ય ફળોની જેમ કેળાંમાં પણ ભરપૂર એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. તો કેળામાં રહેલું ડોપામાઇન મૂડને સુધારવામાં મદદ કરે છે. ઘણી મહિલાઓ લોહીની ઊણપને કારણે એનિમિયાનો ભોગ બનતી હોય છે. આ તકલીફ નિવારવામાં કેળું તમારી મદદ કરી શકે છે. કારણ કે તેમાં આયર્નની યોગ્ય માત્રા હોય છે. રોજ એક કેળું ખાવાથી મહિલાઓના શરીરમાં એનિમિયાની તકલીફ થતી અટકે છે. મહિલાઓને મોટાભાગે કેલ્શિયમની સમસ્યા હોય છે અને તેમના શરીરમાં તેની ઊણપ સજાઈ છે. આથી તેમને ઓસ્ટિયોપોરોસિસ અને સાંધાના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આમાં કેળાંમાં કેલ્શિયમની ભરપૂર માત્રા તમને મદદ કરી શકે છે. સ્ત્રીઓ ઘણી વાર ઘર-પરિવાર-નોકરી-બાળકો વગેરેના કારણે ભારે તણાવ અનુભવતી હોય છે. મહિલાઓ કેળાં ખાઇને આ તણાવ ઓછો કરી શકો છે. પોટેશિયમથી ભરપૂર કેળાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને નિયંત્રિત કરે છે. કેળાં મહિલાઓના પેટમાં થતી કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે. તમારે દરરોજ રાત્રે સૂતાં પહેલાં ઇસબગુલની ભૂકી અથવા દૂધ સાથે કેળાંનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તમને કબજિયાત અને પેટમાં ગેસની સમસ્યાથી રાહત મળશે. ગર્ભવતી સ્ત્રીઓએ દરરોજ એક કેળું જરૂર ખાવું જોઈએ. તેમાં ફોલિક એસિડ હોય છે. જે નવા કોષો બનાવવા અને બાળકની જન્મજાત ખામીને દૂર કરવા માટે જરૂરી માનવામાં આવે છે.