એક સંશોધન અભ્યાસના આધારે દાવો કરાયો છે કે એક દાયકામાં મહિલાઓમાં દારૂની જ્યાફત ઉડાવવાનું પ્રમાણ બમણું થઈ ગયું છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં ૩૦થી ૪૪ વર્ષની સંતાનવિહીન મહિલાઓમાંથી ૪૨ ટકા મહિલાઓએ શરાબની મહેફિલ માણતી હોવાનું સ્વીકાર્યું હતું. ૨૦૦૬માં આ આંકડો ફક્ત પાંચમા ભાગનો હતો! કોલંબિયા યુનિવર્સિટીના અભ્યાસનો હેતુ માતાઓના શરાબ સેવન અંગે ચાલતી થિયરીઓને ચકાસવાનો હતો. વિવિધ વર્ગના ૨.૪૦ લાખ અમેરિકનોને આવરી લેતા આ અભ્યાસમાં જણાયું હતું કે તમામ વય જૂથોમાં તહેવારો દરમિયાન શરાબ સેવનનું પ્રમાણ વધી ગયું છે. મોટો વધારો તો તહેવારોની ઉજવણી દરમિયાન થતાં શરાબ સેવનમાં જોવા મળ્યો છે. જેમાં બાળકો વિનાની ૩૦થી ૪૪ વર્ષની મહિલાઓમાં ૪૨ ટકા મહિલાઓ શરાબ કરતી હતી.