શરીરની સ્વસ્થતા જરૂરી છે તેવી જ રીતે વાળની દેખરેખ પણ જરૂરી હોય છે. ખાસ કરીને મજબૂત અને સ્વસ્થ વાળ માટે માથામાં હેર ઓઈલ નાંખવું જરૂરી છે, પણ હેર ઓઈલ નાંખીને કેટલીક ટિપ્સ અપનાવવાથી વાળ ઘટ્ટ અને સુંદર બને છે. પ્રદૂષિત વાતાવરણમાં વાળની સંભાળ રાખવી જરૂરી છે. જો વાળને પૂરતું પોષણ ન મળે તો વાળ રફ થવાની, સફેદ થવાની અને હેર ફોલની સમસ્યા વધશે. નિયમિત હેર ઓઈલ માથામાં નાંખવાથી ખોળાની સમસ્યા પણ અટકે છે. વાળમાં તેલ નાંખો ત્યારે કેટલીક વાતનું અચૂક ધ્યાન રાખો.
• વાળને ફક્ત સારા શેમ્પૂથી ધોવા એટલું જ પૂરતું નથી. તેલથી સ્કેલ્પની નિયમિત માલિશ પણ વાળને મજબૂત અને રેશમી બનાવે છે. વાળમાં સારી રીતે હેરઓઈલ કરી લેવાથી સ્કેલ્પમાંથી વાળ મજબૂત બને છે.
• હાલમાં જીવનશૈલી ખૂબ જ ઝડપી છે. તેથી સમય મળે માથામાં ગમે ત્યારે અને વધારે તેલ નાંખી લે છે. વધારે તેલ નાંખવાથી તેને ધોવા માટે વધારે શેમ્પૂનો ઉપયોગ કરવો પડે છે. જેથી વાળની કુદરતી નરમાશ રહેતી નથી. જેથી હેરવોશ પછી વાળ વધારે ડ્રાય થાય છે. તેથી વાળમાં વધુ પડતું તેલ એકસાથે ન નાંખો.
• વાળમાં તેલ નાંખતા તે નરમ થાય છે અને વાળને ટાઈટ બાંધવાથી તે તૂટી જાય છે. તેથી વાળમાં તેલ નાંખીને તરત જ ટાઈટ બન કે પોનીટેલથી વાળને ન બાંધો. તમે વાળને થોડી વાર ખુલ્લા પણ રાખી શકો છો.
• વાળમાં તેલ લગાવીને તેને લાંબા સમય સુધી ન રાખવું જોઈએ. વાળમાં તેલ લગાવી લીધા બાદ પણ તે ચિપકી જાય છે અને તેની પર કચરો પણ જામે છે. જે વાળને નુક્સાન કરી શકે છે.
• વાળ અને સ્કેલ્પમાં ઓઈલ મસાજ કરીએ તો વાળ નરમ બને છે. તેલ માથાનાં સ્કેલ્પમાં પહોંચે ત્યાં સુધી વાળમાં તેલ નાંખીને થોડી વાર મસાજ કરવી જોઈએ. મસાજ પછી તરત જ વાળ ઓળવા નહીં. જો તમે ઓઈલ મસાજ પછી તરત જ વાળ ઓળો તો તમારા વાળ પર પ્રેશર આવે છે અને તૂટવા લાગે છે. તેથી તમે ઓઈલ મસાજ પછી વાળને ઓળવાનું ટાળો. શક્ય હોય તો કાંસકાનો ઉપયોગ ટાળો અને હાથની આંગળીઓની મદદ લો.