ભારતી સૈન્યની મેજર જનરલ માધુરી કાનિટકર ઇતિહાસ રચ્યો છે. માધુરી કાનિટકર દેશના પહેલાં મહિલા લેફ્ટેનન્ટ જનરલ બન્યાં છે. તેમના પતિ રાજીવ પણ સેવાનિવૃત્ત લેફેટનન્ટ જનરલ છે. ભારતના ઇતિહાસમાંઆ પહેલી ઘટના છે. જેમાં પતિ અને પત્ની બંને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ છે.
માધુરી કાનિટકરે પૂણમાં એએફએમસીના ડ્રોન તરીકે બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા બાદ ૨૦૧૯માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉરી કમાન્ડ ક્ષેત્રેના યુદ્ધ ચિકિત્સા દેખભાળના પ્રભારી મેજર જનરલ મેડિકલ, ઉધમ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ દેશના ત્રીજા મહિલા અને સશસ્ત્રદળના પહેલા બાળરોગ વિશેષણ છે. કાનિટકરે જણાવ્યું હતું કે, તેમનું નામ પેનલમાં સામેલ કરી દેવાયું છે.
આર્મી મેડિકલ કોરમાં પહેલું બાળચિકિત્સા નેફ્રોલોજી યુનિટ સ્થાપવાનો શ્રેય પણ કાનિટકરને જાય છે. કાનિટકરે ત્રણ વર્ષ પહેલા પણેમાં એએફએમસીના પહેલા મહિલા ડીન તરીકે કાર્યભાર સંભળાવ્યા હતો તેમને આર્મી મેડિકલ કોરમાં પહેલું બાળચિકિત્સા નેફ્રોલોજી યુનિટ સ્થાપિત કરવાનું શ્રેય પણ અપાય છે.