માનુનીઓનો ટ્રેન્ડી જોલોઃ સ્લિંગ બેગ

Tuesday 30th October 2018 05:34 EDT
 
 

આજકાલ સ્લિંગ બેગ્સનું ચલણ માનુનીઓમાં વધતું જોવા મળે છે. કોલેજગર્લથી માંડીને પ્રોફેશનલ મહિલાઓ સ્લિંગ બેગનો શોખથી ઉપયોગ કરે છે. સ્લિંગ બેગ નાનીથી લઈને મોટી સાઈઝમાં મળી રહે છે. તેથી જરૂર પ્રમાણે સ્ત્રીઓ તેને પોતાના વોર્ડરોબનો હિસ્સો બનાવી રહી છે. આપના વોર્ડરોબમાં પ્રિન્ટેડ સ્લિંગ બેગનું સ્થાન આપના તો અચૂક હોવું જોઈએ.

પ્રિન્ટેડ સ્લિંગ બેગ

વિવિધ પ્રિન્ટ કે ટ્રેડિશનલ વેસ્ટર્ન કાપડમાંથી પ્રિન્ટેડ સ્લિંગ બેગ તૈયાર થઈ શકે છે. કેટલીક વખત તો સ્ત્રીઓ પોતાના ડ્રેસ મટીરિયલમાંથી વધેલા કાપડમાંથી પણ મેચિંગ સ્લિંગ બેગ બનાવવાનું કે બનાવડાવવનું પસંદ કરે છે. જે આઉટ ફિટ સાથે આસાનીથી મેચિંગ થઈ શકે. ફ્લોરલ સ્લિંગ બેગ કે નાની-મોટી ચેક્સ પ્રિન્ટ કે પોલકા ડોટ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. ડેનિમ જિન્સ-ગ્રાફિક ટી-શર્ટ સાથે પણ મેચ થાય છે. પ્રિન્ટેડ સ્નિકર્સનો ઉપયોગ પણ આપ કરી શકો છો. પ્રિન્ટેડ સ્લિંગ બેગમાં આપ રોજબરોજની વસ્તુઓને એક સાથે સમાવી શકો છો.

ટેસલ સ્લિંગ બેગ

ટેસલ સ્લિંગ બેગ આજકાલ યુવતીઓની પહેલી પસંદ ગણાય છે. જિન્સ - ટીશર્ટ કે ગાઉન સાથે આ ટેસલ બેગ આકર્ષક લાગે છે. વાપરવામાં પણ સુવિધાજનક રહે છે. સ્લિંગ બેગમાં પણ વિવિધ આકારની બેગ મળી રહે છે. જેમ કે ગોળાકાર, ચોરસ લંબચોરસ. ચામડાંની, કપડાંની કે પેચવર્ક વાળી બેગ પણ આકર્ષક લાગે છે. બજારમાં વિવિધ પ્રિન્ટ ધરાવતી બેગ પણ મળી રહે છે. ઘડિયાળના આકારની બેગ વધુ આકર્ષક લાગે છે. ગોળાકાર બેગમાં વસ્તુઓ મર્યાદિત માત્રામાં સમાય છે. ગોળાકાર બેગની સરખામણીમાં ચોરસ કે લંબચોરસ બેગમાં વધુ સામાન રાખી શકાય છે. આમ સ્લિંગ બેગને આજની માનુની ખભા ઉપર ક્રોસમાં લટકાવીને આકર્ષક બની જાય છે.

સ્ટેડેડ સ્લિંગ બેગ

સ્ટડેડ સ્લિંગ બેગ પાર્ટીમાં તમારી ખાસ શાન બની શકે છે. સ્ટડેડ સ્લિંગ બેગનો ઉપયોગ કરવાથી હાથ છૂટા રાખીને આપ ફરી શકો છો. ડાન્સ પાર્ટીમાં આપ ગયા હોવ ત્યારે સ્ટડેડ સ્લિંગ બેગ ચમકવા લાગશે. મેટાલિક ડ્રેસ સાથે સ્ટડેડ સ્લિંગ બેગ રાતની પાર્ટીમાં તમારી હાજરીને ચમકીલી બનાવી દેશે.

પેસ્ટલ સ્લિંગ બેગ

બજારમાં આજકાલ આકર્ષક સ્લિંગ બેગ પેસ્ટલ રંગોમાં મળતી થઈ છે. તેનો ઉપયોગ આપ ખાસ પાર્ટીઓમાં કરી શકો છો. ફ્લોરલ પ્રિન્ટ ધરાવતા ગાઉન કે મેક્સી સાથે પેસ્ટલ સ્લિંગ બેગ આપના લૂકને આકર્ષક બનાવે છે.

સ્લિંગ બેગ સાથે ગળામાં ફ્લોરલ ડિઝાઈનનો નેકલેસ પણ આપના લૂકને ચાર ચાંદ લગાવશે. બેબી પિંક કે બેબી બ્લ્યુ સ્લિંગ બેગને અચૂક તમારા વોર્ડરોબમાં સ્થાન આપવું.

ટ્રાઈબલ સ્લિંગ બેગ

ટ્રાઈબલ સ્લિંગ બેગને ફેશન પ્રત્યે સજાગ માનુનીની પહેલી પસંદ બને છે. તેનું મુખ્ય કારણ રોજબરોજમાં વાપરવાની સરળ છે. અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર પણ ઝડપથી બની જાય છે. ઓફ સોલ્ડર ડ્રેસ, ગ્લેડિએટર ચંપલ, ટેટૂની મોર્ડન ચમક સાથે ટ્રાઈબલ સ્લિંગ બેગ લૂકને આકર્ષક તથા હટકે બનાવી દે છે. સંગીત પાર્ટીમાં ટ્રાઈબલ સ્લિંગ બેગનો ઉપયોગ અચૂક કરવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter