સામાન્ય રીતે દરેક યુવતી કે મહિલાને એ સવાલ રહે કે આજે જુદાં આઉટફિટ શું પહેરું? આ પ્રશ્નનો સહેલો જવાબ છે મિક્સ એન્ડ મેચ. ખાસ કરીને યંગ ગર્લ્સ કોલેજની નવી દુનિયામાં પ્રવેશે ત્યારે રોજેરોજ નવીન કપડાં પહેરવાની તેમની ઇચ્છા હોય. કોલેજ ફેશનનું જગત પણ અલાયદું હોય છે. કોલેજ કેમ્પસ જુદી જુદી ડિઝાઈન, કલર્સ અને જુદા જુદા ફેશન ટ્રેન્ડ દર્શાવતાં છોકરા-છોકરીઓથી ઊભરાતું હોય છે. દરેક કોલેજ અને દરેક વિદ્યાર્થીએ તમને નવી ફેશન જોવા મળશે. કેટલાક આઉટફિટસ અને ટ્રેન્ડસ તો તમને કોઈ પણ કોલેજમાં જાવ ત્યાં જોવા મળશે જ. રોજેરોજ નવા કપડાંની મૂંઝવણ હોય તો એનો સહેલો ઉપાય નીચે છે.
જીન્સ
કોઈ પણ મહિલા કે યુવતી પાસે જીન્સ ન હોય એવું આધુનિક યુગમાં ઓછું બને. જીન્સ કમ્ફર્ટેબલ છે. તમારી પાસે સિમ્પલ જીન્સ તો હશે જ પરંતુ રીપ્ડ અને ડિસ્ટ્રેસ્ડ જીન્સ બોલ્ડ સ્ટેટમેન્ટ છે. રીપ્ડ જીન્સ સાથે સાદું ટીશર્ટ કે ક્રોપ ટોપ સારું લાગશે. તમે જે કંઇ પણ પહેરો એ કોન્ફિડન્ટથી કેરી કરી શકવા જોઈએ.
કુરતી
કુરતી એકદમ સિમ્પલ છતાં સદાબહાર છે. કોઇ પણ પ્લાનિંગ કર્યા વગર એ પહેરી શકાય છે. તમે ઉતાવળમાં હો તો પતિયાલા પેન્ટ અથવા તો પલાઝો અથવા તો જીન્સ કે લેગિંસની ઉપર પણ કુરતી પહેરી શકાય છે. આજકાલ જીન્સ સાથે શોર્ટ કે લોન્ગ કોટન કુરતી ટ્રેન્ડમાં છે. કુરતી સાથે સ્કાર્ફ, દુપટ્ટા, પારંપરિક સિલ્વર કે ઓક્સડાઈઝ જ્વેલરી અને જોલા બેગ તમને દેશી ટચ આપશે.
જેકેટ
થોડાં જેક્ટસ વોર્ડરોબમાં રાખો. એ સિમ્પલ કોટન શ્રગ કે ડેનિમ ઓવરકોટ્સ પર હોઈ શકે. લોન્ગ જેકેટ સોર્ટ અને જીન્સ કુરતી સ્કર્ટ ટોપ કે ડ્રેસિસ સાથે પણ પહેરી શકાય છે. કલર્ડ, પ્રિન્ટેડ કે એમ્બ્રોઈડરીડ કોઈ પણ જેકેટ તમે પસંદ કરી શકો છો.
લેગિંસ
કુરતી ખરીદતી વખતે લેગિંસ પર પણ ધ્યન આપો. એ કોમન કલર્સના કે તમારી કુરતી સાથે મેચ થતાં હોઈ શકે. તમે મોનોક્રોમેટિક અથવા તો કોન્ટ્રાસ્ટ કલરમાં લેગિંસ મેચ કરી શકો. લેગિંસ પણ ઘણા કમ્ફર્ટેબલ હોય છે.
ફૂટવેર
મહિલાઓ કે યુવતીઓ માટે ચંપલની ચોઈસ પર ધ્યાન આપવું જરૂરી છે. વેસ્ટર્ન વેર્સ સાથે લાર્જ વ્હાટ શૂઝ કોઈ પણ આઉટફિટ સાથે સારાં લાગે. તમે જુદા જુદા કલર્સના શૂઝ પણ રાખી શકો. જો કુરતી કેરી કરતા હો તો મોજડી કે લેધર, કેન્વાસના ચંપલ પહેરી શકાય. આ ઉપરાંત રબરના સ્લિપર્સ પણ સારાં લાગે છે કોઈ પણ આઉટફિટ સાથે. સારા સ્નીકર્સ પણ તમે વોર્ડરોબમાં રાખી શકો. એ કમ્ફર્ટેબલ વધારે હોય છે. આ સિવાય સેન્ડલ પણ પહેરી શકાય.
આઉટફિટ્સ આઈડિયાઝ
• કુરતી વિથ જીન્સ
• લોન્ગ જેક્ટસ અને શ્રગ વિથ ઇન્ડિયન આઉટફિટ્સ
• ટી શર્ટ કે શર્ટ વિથ એથનિક મેક્સી સ્કર્ટ
• જીન્સ અને ટી શર્ટ
• ધોતી પેન્ટ વિથ શોર્ટ કુરતી
• કુરતી વિથ સ્કાર્ફ
• કુરતા વિથ સિગારેટ પેન્ટસ
• એ લાઈન કુરતા અથવા ઝભા વિથ જીન્સ, પ્લાઝો, સિગારેટ પેન્ટસ