જ્યારે મોસમનું કંઈ નક્કી ન હોય ક્યારેક વાદળિયું વાતાવરણ હોય તો ક્યારેક શીતળ વાયરા વાતા હોય ત્યારે કોઈ પણ મોસમમાં પહેરી શકાય એવી ડિઝાઈન અને કાપડના વસ્ત્રો પહેરવા જોઈએ. મિશ્ર ઋતુમાં મનગમતા વસ્ત્રો પહેરવાથી આપણા ડ્રેસિંગની ઘણી વાર મજા મરી જતી હોય છે. જોકે માર્કેટમાં કેટલાક એવા વસ્ત્રો મળે છે જેનાથી તમે સ્ટાઇલશિ પણ લાગો અને કોઈ પણ ઋતુમાં એ પહેરી પણ શકાય. જો તમે ઓફિસ ગોઈંગ વુમન હો તો કેટલીક જોડી એવી વસાવો કે તે સાવ ફોરા કાપડની હોય. જેમકે જ્યોર્જેટ, રેયોન મટીરિયલ, લિઝીબિઝી, પેરાશૂટ મટીરિયલ, ક્રેપ, સ્પોર્ટ્સ વેર મટીરિયલ. આ મટીરિલ્સ પહેરવામાં હળવા હોય છે. સુંદર પેટર્ન, રંગ અને પ્રિન્ટ્સમાં આ મટીરિયલના ડ્રેસિસ માર્કેટમાં ઉપલબ્ધ પણ છે.
તમે તમારી રુચિ, સ્ટાઇલ અને પસંદ અનુસાર આ મટીરિયલ્સમાંથી બનેલાં કપડાં ખરીદી કરી શકો છો. હાલમાં ઉપરોક્ત કાપડમાંથી ફ્લોરોસન્ટ રંગોથી લઈને હળવા રંગો સુધીના, પ્લેનથી લઈને વવિધ પ્રિન્ટવાળા આઉટફિટ્સ મળી પણ રહે છે.
શ્રગ શોભે
કોલર સાઈઝથી લઈને લોંગ ની કે એંકલ સાઈઝના શ્રગ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. શ્રગ એ ઓવરકોટનો જ એક પ્રકાર ગણી શકાય. તે પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે તેથી તમારા વોર્ડરોબમાં શ્રગ વસાવી રાખવા ખૂબ જ ફાયદાકારક રહે છે.
પોન્ચો પરફેક્ટ
લાંબા અને ઢીલા વન પીસ કોટ તથા પેન્ટ-ટોપની સાથે સાથે તમને માર્કેટમાં સ્કર્ટ-ટોપ, ફ્રોકની સાથે પોન્ચો પણ મળી રહેશે. ઉપરાંત પરંપરાગત રેઇનકોટમાં પણ ઘણા બધા વિકલ્પ જોવા મળી રહ્યા છે. શ્રગ અને પોન્ચો બંને એવા આઉટફિટ છે કે તે પહેરવાની ઇચ્છા થાય ત્યાં સુધી ટ્યુનિક પર પહેરો બાકી તેને કાઢી પણ શકાય છે.
ઓવરકોટની બોલબાલા
જ્યોર્જેટ મટીરિયલમાંથી સુંદર રીતે ડિઝાઈન કરેલો ઓવરકોટ હવે તમે કોઈ પણ સિઝનમાં પહેરી શકો છો. આ પ્રકારના ખુલ્લા કોટ માર્કેટમાં ઉપલબ્ધ પણ છે. નાના કોટ ઉપર એ જ ડિઝાઈનનો બેલ્ટ સુંદર લાગે છે.
ડ્રેસિંગને અનુરૂપ
પોતાની પસંદ, વ્યક્તિત્વ અને ડ્રેંસિંગને અનુરૂપ લૂક તમે અપનાવી શકો છો. જેમ કે ઉપરોક્ત કોઈ પણ વસ્ત્ર તમે જર્સી, ટ્યુનિક, કુર્તી કે ટોપ પર પહેરી શકો છો. ભલેને તમે કોટ લો કે પછી ફ્રોક શ્રગ અથવા તો ટ્રાન્સપરેન્ટ, ફ્લોરોસેન્ટ, પ્લેન કે રંગબેરંગી શ્રગ તે તમારી કુર્તી કે ટોપ સાથે મેચ થતાં હોવા જોઈએ એ જરૂરી છે. મહત્ત્વની વાત એ છે કે જો તમે કુર્તી, ટ્યુનિક કે ટોપ સિવડાવતા હો તો એની સાથે એ જ મટીરિયલના મેચિંગ શ્રગ, પોન્ચો કે ઓવરકોટ તમારી મનપસંદ સાઈઝ અને ડિઝાઈન મુજબ સિવડાવી પણ શકો છો.