સિરોલી (હરિયાણા)ઃ મુસ્લિમ બહુમતી ધરાવતા હરિયાણાના સિરોલી ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. હરિયાણાના નૂહ જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા સિરોલી ગામમાં 30 વર્ષીય નિશા ચૌહાણને સિરોલીના સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પંચાયતના એક વરિષ્ઠ અધિકારી અનુસાર પુનાહાના બ્લોક હેઠળની સિરોલી પંચાયતમાં 15 સભ્ય છે, જેમાં 14 મુસ્લિમ છે અને તેમાંથી 8 મહિલા છે.
સિરોલીનું સરપંચ પદ મહિલાઓ માટે અનામત છે. ગામમાં કુલ 3,296 મતદારોમાંથી માત્ર 250 મતદારો જ હિન્દુ છે. નવા ચૂંટાયેલા સરપંચે જણાવ્યું હતું કે નિશા ચૌહાણની આ જીત હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે. મારું ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે પણ ત્યાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની જૂની પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે. ખરા અર્થમાં, મેવાત વિસ્તારમાં કોઈ ધાર્મિક ભેદભાવ નથી, જેનું જીવંત ઉદાહરણ સરપંચ તરીકેની મારી ચૂંટણી છે. મારી જીત સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક ભાઈચારોનો સંદેશ છે.