દરેક સ્ત્રીને બીજાથી અલગ અને વધુ ખૂબસુરત દેખાવાની પ્રબળ ઈચ્છા હોય છે. આજની ૪ વર્ષની બાળાથી લઈને ૭૦ વર્ષની બહેનો ન્યૂ યર પ્રસંગે કેવો મેકઅપ કરવો તે વિશે એક વાર તો અવશ્ય વિચાર કરતી હોય છે. આ વિચારના મૂળમાં હોય છે એક જ સવાલઃ હું કંઈક અલગ અને સુંદર કઇ રીતે દેખાઇ શકું? તો ચાલો, જાણીએ સુંદર અને આકર્ષક મેકઅપની થોડીક ટીપ્સ.
• મેકઅપ કરતાં પહેલાં ફેસ ક્લિન કરવો ખૂબ જ જરૂરી છે. ડેડ સ્કિન હોય તો ડેડ સ્કિન દૂર કરીને પછી જ મેકઅપ કરો.
• આઈ બ્રોઝમાં વધારાના હેર રહી ગયા હોય તો થ્રેડિંગ કર્યા બાદ મેકઅપ શરૂ કરો.
• જો ચહેરાની ત્વચા પર વધારે રૂંવાટી હોય તો બે-ત્રણ દિવસ પહેલાં બ્લિચિંગ કરાવેલું હોવું જોઈએ.
• સ્કિન ટોનથી એક શેડ લાઈટ અથવા એક શેડ ડાર્ક મેકઅપ કરો. તમારો ચહેરો નિખરી ઉઠશે.
• ઉનાળામાં ભલે તમે ડ્રાય બેઝ મેકઅપ એટલે કે ઓઈલી પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરો, પરંતુ શિયાળાના ઠંડા માહોલમાં હંમેશા મોઈશ્ચર બેઝ મેકઅપ કરો.
• મેકઅપ પ્રોડક્ટ હંમેશા સારી ક્વોલિટીની વાપરવાનો આગ્રહ રાખવો.
• મેકઅપમાં આઈ-લાઈનર અને મસ્કરા વોટરપ્રૂફ વાપરવાનો આગ્રહ રાખવો, જેથી પરસેવો થાય તો પણ તમારા લાઈનર કે મસ્કરા સ્પ્રેડ ન થાય.
આટલું હંમેશા યાદ રાખો...
• મેકઅપ પહેલાં ચહેરા પર ક્યારેય બરફ લગાવવો નહીં, કારણ કે બરફથી સ્કિનપોર્ઝ ટેમ્પરરી બંધ થઈ જાય છે, પરંતુ ઠંડકથી અસર ઓછી થતાં થોડાક સમય બાદ પોર્ઝ ખૂલી જતાં મેકઅપ પેચી-લૂક આપે અથવા ફેસ પર સ્પ્રેડ થાય છે.
• જો તમારો ચહેરો લંબગોળ હોય તો બ્લશર પોઈન્ટ પર રાઉન્ડ શેપમાં બ્લશર કરો.
• જો તમારો ચહેરો ગોળાકાર હોય તો બ્લશર પોઈન્ટ પર સ્લાન્ટ અથવા રાઈટ શેપમાં બ્લશર કરો.
• હંમેશા યાદ રાખો કે ટ્રેડિશનલ બ્લશર આડા રાઈટ શેપમાં જ્યારે વેસ્ટર્ન બ્લશર ઊભા રાઈટ શેપમાં કરવામાં આવે છે.
• ફેર સ્કિનમાં લાઈટ શેડનાં બ્લશર જ્યારે ડાર્ક સ્કિનમાં મીડિયમ શેડના બ્લશરનો ઉપયોગ કરવો જોઇએ.