સ્માર્ટ અને સ્ટાઇલિશ દેખાવા પરફેક્ટ એક્સેસરીઝ સિલેક્ટ કરવી બહુ જરૂરી છે. એમાં જ્વેલરી મુખ્ય છે. આજકાલ જ્વેલરીમાં ટોપ ટ્રેન્ડમાં હૂપ્સ ઇયરિંગ્સનો સમાવેશ થાય છે. આ એરિંગ્સ ડિઝાઇન અને સાઇઝમાં ડિફરન્ટ વેરાઇટીને લીધે પસંદ કરવામાં આવે છે.
ડ્રેસની ડિઝાઇનને જોતાં સ્મોલ અને બિગ હૂપ્સ ઇયરિંગ્સ ડિમાન્ડમાં છે. હૂપ્સ ઇયરિંગ્સ ક્લાસિક લુક આપે છે. તેને જિન્સ, ટી શર્ટ, ગાઉન, ઇન્ડિયન વેરની સાથે પણ કેરી કરી શકાય છે, એટલે કે ફોર્મલ અને કેઝયુઅલ બંને લુકમાં પહેરી શકાય છે. હૂપ્સ ઇયરિંગ્સમાં મળતી વેરાઇટીની વાત કરીએ તો ગોલ્ડ અને મેટલ ઉપરાંત બીડ્સ, પર્લ, ગ્લિટર જેવી અનેક વેરાઇટીમાં તે અવેલેબલ છે.
દરેક પ્રકારના આઉટફિટ સાથે શૂટ થતાં હૂપ્સ એરિંગ્સ ઓપન હેર કે પોની ટેલ બંનેમાં શૂટ કરે છે. ફેશનની દુનિયામાં હોટ ફેવરિટ હૂપ્સ એરિંગ્સ રેક્ટેંગલ, ટ્રાયેંગલ, રાઉન્ડ, સ્કવેર વગેરે શેપ્સમાં ઉપલબ્ધ છે. એની ખાસિયત એ છે કે તે એકદમ લાઇટવેટ હોય છે જેથી લાંબા સમય સુધી તેને કેરી કરવા સરળ છે. તે એલિગન્ટ અને ક્લાસી લુક આપવાની સાથે સિમ્પલ અને સ્વીટ લુક પણ આપતા હોવાથી કોલેજ તથા ઓફિસમાં નાના હૂપ્સ પણ સારા લાગે છે.
• રોબ્ડ હૂપ્સઃ જો તમે ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા છે તો એના પર રોબ્ડ હૂપ્સ બેસ્ટ ઓપ્શન છે. આ પ્રકારનાં એરિંગ્સ પહેરીને પરફેક્ટ લુક મેળવી શકો છો. રોબ્ડ હૂપ્સ કોઇપણ ઉંમરની વ્યક્તિ પહેરી શકે છે.
• ડ્રોપ હૂપ્સઃ જેમનો ફેસ પાતળો છે તેમના ચહેરા પર ડ્રોપ હૂપ્સ એરિંગ્સ વધારે સૂટ થાય છે. ઓફ શોલ્ડર ગાઉનની સાથે ડ્રોપ હૂપ્સ એરિંગ્સ વધારે સુંદર લાગે છે. ડ્રોપ હૂપ્સમાં પણ સ્ટાઇલિશ અને સિમ્પલ લુક મળે એવી ડિઝાઇન ઉપલબ્ધ છે.
• ઓવર સાઇડ હૂપઃ દીપિકા પદુકોણથી માંડી કૃતિ સેનન જેવી અનેક બોલિવૂડ એક્ટ્રેસ ડિઝાઇનર આઉટફિટની સાથે ઓવર સાઇડ હૂપ્સ પહેરતી જોવા મળે છે. જે યુવતીઓનું ગળું પાતળું અને લાંબં હોય તેમને ઓવર સાઇડ હૂપ્સ વધારે શૂટ થાય છે. કેઝયુઅલ અથવા કૂલ લુક મેળવવા માટે ઓવર સાઇઝ એરિંગ્સ પણ ઉત્તમ ઓપ્શન છે.
• બીડ હૂપ્સઃ સામાન્ય હૂપ્સની સરખાણીમાં બીડ હૂપ્સ ગ્લેમરસ લુક આપે છે. તમે પાર્ટી કે કોઇ ઇવેન્ટમાં બીડ હૂપ્સ કોઇ પણ આઉટફિટ સાથે પહેરી શકો છો. એ તમને ડિફરન્ટ લુક આપશે. બીડમાં અનેક વેરાઇટી અને સાઇઝ સરળતાથી મળી રહે છે. બીડની જેમ પર્લ હૂપ્સ એરિંગ્સ પણ આજકાલ ચલણમાં છે.