રાયપુર: છત્તીસગઢના રાયપુરની ધૃતિ ગુપ્તાએ એક લાખ યુવતીઓને પાછળ ધકેલીને યુએસ આર્મીમાં સ્થાન મેળવ્યું છે. હવે સૈન્ય અધિકારી બનવાની તેની તાલીમથી માંડીને અભ્યાસનો સમગ્ર ખર્ચ યુએસ આર્મી ઉઠાવી રહી છે. ધોરણ 12 પાસ કરતાં જ ધૃતિએ યુએસ એરફોર્સમાં ઉચ્ચ અભ્યાસ માટે 2 લાખ ડોલરની (1.67 કરોડ રૂપિયા)ની સ્કોલરશિપ મેળવી હતી.
આના એક મહિના પછી તેની યુએસ આર્મીમાં પસંદગી થઈ હતી. આ પછી તેણે 2.80 લાખ ડોલર (2.34 કરોડ રૂપિયા)ની સ્કોલરશિપ સાથે યેલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું છે.
અમેરિકામાં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી ધૃતિ કેડેટ કોર ગ્રૂપમાં જોડાઈ હતી. ત્યાં ત્રણ વર્ષ તાલીમ દરમિયાન તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તે ગ્રૂપની બેસ્ટ શૂટર પણ રહી હતી. હવે ધૃતિ જુનિયર રિઝર્વ ઓફિસર્સ ટ્રેનિંગ કોર્પ્સ (જેઆરઓટીસી) છે. ત્રણ વર્ષના અભ્યાસ પછી તે જેઆરઓ (જુનિયર રિસર્ચ ઓફિસર) થઈ જશે. અને પાંચ વર્ષનો અભ્યાસ પૂરો કર્યા પછી તે લેફ્ટેનેન્ટની રેન્ક મેળવશે.
કૃતિનાં માતાએ જણાવ્યું હતું કે આર્મીની ભરતી પરીક્ષામાં કુલ સાત લાખથી વધુ સ્પર્ધક હતા. પહેલાં અમેરિકી વાયુસેના અને પછી અમેરિકી આર્મીમાં ઓફર મેળવી હોય તેવી ધૃતિ એકમાત્ર યુવતી છે.
દાદા-દાદી 70ની વયે એમ.એ. ભણે છે
છત્તીસગઢમાં જ વસતા ધૃતિના દાદા રમેશ (70) અને દાદી શોભા (69) હાલમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા છે. તેણે એમ.એ. ઇતિહાસ (પ્રીવિયસ) પાસ કર્યું છે. દાદા વકીલ અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે જ્યારે દાદી ગરીબ બાળકો માટે વિદ્યાનિકેતન સ્કૂલ ચલાવે છે.