યુએસએની વિખ્યાત કોસ્મેટીક કંપની Avedaના ડાયરેકટર દિવ્યેશ પટેલની મહિલા જગતને અદભૂત ભેટ

ચહેરા પર કાળા ડાઘ અને કરચલીઓ દૂર કરી સ્કીન ચમકદાર બનાવતા વેડીંગ માસ્ક "તુલાસરા"

-કોકિલા પટેલ Monday 06th March 2017 13:48 EST
 
 

UNના એક અહેવાલ મુજબ ભારત પાસે દુનિયાનું સૌથી વધુ યુવાધન છે. દેશની ૬૫% વસતી ૩૫ વર્ષની અંદરની છે. ભારતમાં ૩૫૬ મિલિયન ૧૦ થી ૨૪ વર્ષની વયના છે. બીજા નંબરે ચીન જેમાં ૨૬૯મિલિયન, ઇન્ડોનેશિયામાં ૬૭ મિલિયન, યુએસએમાં ૬૫ મિલિયન , પાકિસ્તાનમાં ૫૯ મિલિયન અને બાંગ્લાદેશમાં ૪૮ મિલિયન જેટલી યુવા સંખ્યા છે. અા તમામ કરતાં ભારતનું બુધ્ધિધન અત્યંત તેજસ્વી હોવાથી વિશ્વભરના દેશોમાં એમની માગ વધી રહી છે. અોસ્ટ્રેલિયા પછી કેનેડાએ પણ હવે ભારતીય યુથ માટે બારણાં ખોલ્યાં છે.

અમેિરકામાં વિવિધક્ષેત્રે અાપણા યુવાનોએ હરણફાળ ભરી છે. તાજેતરમાં અમને મળેલા એક અહેવાલ મુજબ યુએસએ સ્થિત ગુજરાતી યુવાન દિવ્યેશ પટેલે નેચરલ સ્કીન કેર અને હેર પ્રોડકટ બનાવતી "અવેડા" નામની કોસ્મેટીક કંપનીમાં વેડીંગ માસ્ક "તુલાસરા" નામની નવી પ્રોડકટ તૈયાર કરતાં ભારે લોકઅાવકાર સાંપડી રહ્યો છે. દિવ્્યેશ પટેલની અા "અવેડા" કંપનીમાં રસાયણોને બદલે કુદરતી વનસ્પતિઅો અને ફળ-ફૂલના અર્કનો ઉપયોગ વધુ થાય છે.

લગ્નના સપ્તપદીના ફેરા લેતા પહેલાં અાગલા દિવસે નારાયણ સ્વરૂપ વર અને લક્ષ્મી સ્વરૂપ કન્યાને હળદર મિશ્રિત સુગંધીત પીઠી ચડાવવામાં અાવે છે. એ પછી માંડવે એ નવદંપતિ ખૂબ જ દેદિપ્યમાન લાગે છે. એમની ત્વચામાં જે નિખાર અથવા તેજ દેખાય છે એ પીઠીની દેન છે.

“અવેડા (Aveda)ના સ્કીનકેર અને રિસર્ચના ડાયરેકટર દિવ્યેશ પટેલે યુએસએમાં અાપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, "લગ્નના દિવસ સિવાય કયા દિવસે તમારી ત્વચા ચમકદાર દેખાય છે ? એના વળતા ઉત્તરમાં તમે ચોક્કસપણે વિચારતા હશો કે ‘ક્યારેય નહીં’. પરંતુ, આખા વર્ષ સુધી તમારી ત્વચા સતત ચમકદાર રહે તેવું શક્ય છે. તેના માટે તમારે થોડુંક કરવું પડે. વનસ્પતિયુક્ત સ્કીન કેરના સતત ઉપયોગને લીધે ઓછી ઉંમરના દેખાવાની સાથે ચામડી ચમકીલી રહે છે અને તેને પોષણ મળે છે. દિવ્યેશ જણાવે છે કે 'અવેડા'ની તદ્દન નવી પ્રોડક્ટ તુલસારા વેડિંગ માસ્ક ઓવરનાઈટ (Tulasara Wedding Mask over night)અને વેડિંગ માસ્ક આઈ ઓવરનાઈટ તમને લગ્નના દિવસે જેટલા તેજસ્વી લાગતા હતા તેટલા આખું વર્ષ દેખાવામાં મદદરૂપ થશે. આ નવી પ્રોડક્ટ્સ આટલી અદ્ભૂત છે તેનું કારણ એ છે કે તે હિંદુ લગ્નવિધિના એક મહત્વના હિસ્સારૂપ હલ્દી વિધિ (પીઠી) પર આધારિત છે. બન્ને પ્રોડક્ટ્સ તમારા ચહેરાની કરચલીઓ અને કાળા ડાઘ દૂર કરવામાં ઉત્તમ પૂરવાર થાય છે. હલ્દી એટલે કે પરંપરાગત ભારતીય લગ્નના ભાગરૂપ હલ્દી વિધિ (પીઠી ચોળવાની)માં ઉપયોગમાં લેવાયેલી પેસ્ટ છે. આ પેસ્ટમાં હળદર, ચણાનો લોટ (પાઉડર) અને ગુલાબજળ (હલ્દી એટલે સંસ્કૃતમાં હળદર)ના મિશ્રણનો ઉપયોગ કરાયો છે. હલ્દીની આ પેસ્ટ હિંદુ ધર્મમાં અગ્નિના રંગને દર્શાવતી ચમકદાર પીળા રંગની હોય છે. દિવ્યેશે જણાવ્યું હતું કે હળદર ત્વચાને ચમકદાર બનાવવા જાણીતી છે. અવેડાની તુલસારા વેડિંગ માસ્ક ઓવરનાઈટ અને વેડિંગ માસ્ક આઈ ઓવરનાઈટનો ઉપયોગ તમારા લગ્નના આગળના દિવસે જ કરવાની જરૂર નથી. તેમાંની કેટલીક વસ્તુઓ હલ્દી વિધિમાં વપરાતા હોય છે અને તેના જેવું જ કામ કરે છે. તે તમને ખૂબ તેજસ્વી વધુ દમદાર ત્વચાવાળા દેખાવામાં મદદરૂપ થાય છે. દિવ્યેશે જણાવ્યું કે " તુલાસારા" વેડીંગ માસ્ક માસ્કની બનાવટમાં હળદરના અર્કનો (ચિંતા ન કરશો, તે રંગહીન છે અને તમારી ચામડી કે ચાદર પર ડાઘા પડતાં નથી) ઉપયોગ કરાય છે.

વિધિ અને ફોર્મ્યુલા બન્નેમાં વધુ અસરકારક તત્વો ધરાવતા બટાકા અને ટામેટાના સ્ટેમ સેલનો ઉપયોગ થાય છે. ફોર્મ્યુલામાં ચામડીના પ્રવાહી અવરોધને દૂર કરતું આયુર્વેદીક તત્વ અખરોટના બીનું તેલ હોય છે. જે ચામડીના કોષો સાથે મળીને રાત્રિ દરમિયાન થતી ચામડીમાં સુધારાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.

દિવ્યેશ માસ્કનું ઘટ્ટ આવરણ લગાવવા અને ફોર્મ્યુલાને રાત્રિ દરમિયાન ચામડીમાં ઉતરવા દેવાનુ જણાવે છે. તેને સવારે ધોવાની જરૂર નથી કહીને દિવ્યેશે ઉમેર્યું કે તમે સૂતા હોવ ત્યારે ચામડી રિપેર મોડમાં હોય અને એક રાત્રિમાં તમારી ત્વચાને અસરકારક રીતે ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય અને તમે જાગો ત્યારે ચમકીલા લાગો તેવી આ પ્રોડક્ટ છે. “તુલાસારા" ઓવર નાઇટ વેડીંગ માસ્ક અને "તુલાસારા" વેડીંગ માસ્ક આઇ ઓવર નાઇટ લગ્નના દિવસે તેજોમય લાગીએ એવી જ રીતે ચહેરાની ચમક વધારી તેજોમય બનાવી દેશે.

૨૦૧૫ના એપ્રિલમાં અમેરિકાના Shape મેગેઝીનમાં Mesmerizing Eye અને Statement Lips નામના લેખમાં દિવ્યેશ પટેલનો ઇન્ટરવ્યુ પ્રસિધ્ધ થયો હતો.

 યુ.કે.માં કીંગ્સ્ટન યુનિવર્સિટીમાં બાયો મેડિકલ સાયન્સની ડિગ્રી મેળવનાર મૂળ અાણંદના વતની દિવ્યેશ પટેલ છેલ્લા ૧૯ વર્ષથી યુએસએમાં સ્થાયી થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter