વોશિંગ્ટનઃ મલયાલી લેખિકા સારાહ થાનકમ મેથ્યુઝને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત લિટરેચર એવોર્ડ ‘નેશનલ બૂક એવોર્ડ’ ના ફાઈનલિસ્ટ તરીકે શોર્ટલિસ્ટ કરાયાં છે. ફિક્શન શ્રેણીમાં સારાહની પ્રથમ બૂક ‘ઓલ ધીસ કુડ બી ડિફરન્ટ’ને નેશનલ બૂક ફાઉન્ડેશનના વાર્ષિક સાહિત્યિક એવોર્ટ માટે શોર્ટલિસ્ટ માટે પસંદ કરાઈ હતી. વિજેતાનું નામ 16 નવેમ્બરે જાહેર કરવામાં આવનાર છે.
ભારતના કેરાલામાં જન્મેલી સારાહે બાળપણના વર્ષો ભારત અને ઓમાનમાં વીતાવ્યા પછી 17 વર્ષની વયે યુએસમાં સ્થળાંતર કર્યું હતું. તેના પુસ્તક-નવલકથાનમું મુખ્ય પાત્ર પણ ભારતીય ઈમિગ્રન્ટ છે. સારાહે ધ એશિયન અમેરિકન રાઈટર્સ વર્કશોપની માર્જિન્સ ફેલોશિપ અને આઈઓવા રાઈટર્સ એસોસિયેશન વર્કશોપની રોના જેફ ફેલોશિપ મેળવેલી છે. સારાહે ‘નેશનલ બૂક એવોર્ડ’ ના ફાઈનલિસ્ટ તરીકે શોર્ટલિસ્ટ થયાં બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
‘નેશનલ બૂક એવોર્ડ’ ના અન્ય ફાઈનલિસ્ટ્સમાં ટેસ ગુન્ટી (ધ રેબિટ હચ), ગાયેલ જોન્સ (ધ બર્ડકેચર), જામિલ જાન કોચાઈ (ધ હોન્ટિંગ ઓફ હાજી હોટાક એન્ડ અધર સ્ટોરીઝ) અને આલેજાન્ડ્રો (ધ ટાઉન ઓફ બેબિલોન)નો સમાવેશ થાય છે.